પત્ની ખાનગીમાં પોર્ન જોતી હોય તો તે પતિ પ્રત્યે ક્રૂરતા નથી
મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો ; આ કારણે છુટ્ટાછેડાની મંજૂરી આપી શકાય નહી
પત્ની દ્વારા ફક્ત ખાનગીમાં અશ્લિલ વીડિયો જોવા તેને પતિ પ્રત્યે ક્રૂરતા ગણી શકાય નહીં. મદ્રાસ હાઇકોર્ટે કરુર જિલ્લાની ફેમિલી કોર્ટના આદેશને પડકારતી એક પુરુષ (અપીલકર્તા) દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી રહી હતી ત્યારે આ અવલોકન કર્યુ હતું.
મદ્રાસ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના એ આદેશને માન્ય રાખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ મહિલા દ્વારા ખાનગીમાં પોર્ન જોવું અને હસ્તમૈથુન કરવું એ તેના પતિ પ્રત્યે ક્રૂરતા ગણી શકાય નહીં. ફેમિલી કોર્ટે આ આધાર પર એક પુરુષને તલાક આપવાનો ઇનકાર કર્યો હતો.
ન્યાયાધીશ જીઆર સ્વામીનાથન અને ન્યાયાધીશ આર પૂર્ણિમાની ખંડપીઠએ કહ્યુ “જ્યારે પુરુષોમાં હસ્તમૈથુન સાર્વત્રિક માનવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓ દ્વારા હસ્તમૈથુનને કલંકિત કહી શકાય નહીં. પુરુષો હસ્તમૈથુન પછી તરત જ જાતીય સંભોગમાં સામેલ થઈ શકતા નથી, પરંતુ મહિલાઓના મામલામાં આવુ નથી. જો પત્નીને હસ્તમૈથુનની આદત હોય તો પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો પર અસર પડશે તેવું પણ સ્થાપિત થયું નથી,”
કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશે કહ્યું, “જો કોઈ મહિલા લગ્ન પછી લગ્નેત્તર સંબંધ ધરાવે છે, તો તે તલાક માટેનું કારણ બની શકે છે. પરંતુ સ્વ-આનંદમાં વ્યસ્ત રહેવું એ વિવાહ વિચ્છેદનું કારણ ન હોઈ શકે.
