‘મને સારું નહીં જ થાય’ટીબીની બીમારીથી પીડાઈ રહેલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કર્યો આપઘાત
છેલ્લા પાંચેક મહિનાથી ટીબીની બીમારીથી પીડાઈ રહેલા 56 વર્ષીય આધેડે પોતે હવે ઠીક થશે જ નહીં તેવી ચિંતાથી કંટાળી જઈ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ લેતાં તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અને હાલ શાપરમાં આવેલી શાંતિધામ સાસેાયટીમાં રહેતા કૈલાસભાઈ માંગીલાલ ચંડેલ (ઉ.વ.56) નામના આધેડને ટીબીની બીમારી લાગુ પડી હતી. તેઓ બે સપ્તાહથી શાપરમાં જમાઈને ત્યાં રહેતા હતા. જો કે બે દિવસ પહેલાં તકલીફ વધી જતાં સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો જે બાદ તેમને દાખલ થવાનું કહેતાં જ દાખલ પણ થઈ ગયા હતા.
આ પણ વાંચો : કરદાતાઓ માટે રાહતના સમાચાર : આખરે ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવાઇ, ટેક્સ પ્રેક્ટિશનરોને હાશકારો
જો કે દાખલ થયા બાદ પોતે હવે સાજા થશે નહીં તેવી ચિંતામાં તેમણે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ટીબી વિભાગના બાથરૂમમાં જઈ ગમછો બાંધી ગળે ફાંદો ખાઈ લેતા હોસ્પિટલ સ્ટાફમાં પણ દોડધામ થઈ પડી હતી. બીજી બાજુ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
