HALમાં મને વિશ્વાસ નથી: ભારતીય વાયુસેનાના વડાએ ઝાટકણી કાઢી
હિન્દુસ્તાન એરોનેટિકલ લિમિટેડના ચેરમેન સાથેની વાતચીત નો વિડીયો youtube પર જારી કર્યો
ભારતીય વાયુ સેનાના વડા ચીફ માર્શલ એપી સિંઘે તેજસ જેટ લડાકુ વિમાનની ડિલિવરીમાં થયેલા વિલંબ બદલ ભારતમાં ઘર આંગણે સંરક્ષણ ઉત્પાદનો કરતા જાહેર સેવા એકમ હિન્દુસ્તાન એરોનેટીકલ લિમિટેડ (HAL ) સામે ઘેરી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે
તેમને એચએએલમાં વિશ્વાસ ન હોવાનું જણાવ્યું હતું.

બેંગ્લોર ખાતે યોજાયેલા એરો ઈન્ડિયા શો દરમિયાન HJT 36 યશ લડાકુ યુવાનની કોકપીટમાં એચએએએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડી.કે સુનિલ સાથેની વાતચીત દરમિયાન તેમણે આ નારાજગી પ્રગટ કરી હતી. બાદમાં સાડા છ મિનિટની એ વાતચીતનો વીડિયો ડિફેન્સ પોર્ટલ નેશનલ ડિફેન્સ દ્વારા યુ ટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો.
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું, “હું ફક્ત તમને કહી શકું છું કે અમારી જરૂરિયાત અને અમારી ચિંતાઓ શું છે. તમારે તે ચિંતાઓને દૂર કરવી પડશે અને અમને વધુ આત્મવિશ્વાસ આપવો પડશે. અત્યારે મને HAL પર વિશ્વાસ નથી, જે થવું ખૂબ જ ખોટું છે,”
તેમણે ઉમેર્યું કે મને વચન આપવામાં આવ્યું હતું કે જ્યારે હું ફેબ્રુઆરીમાં અહીં આવીશ, ત્યારે 11 તેજસ્ Mk1A તૈયાર હશે. પણ અહિયા તો એક પણ તૈયાર નથી.નોંધનીય છે કે ભારતી વાયુ સેનાની લડાકુ ક્ષમતા વધારવા માટે આ વિમાન અનિવાર્ય છે. હાલમાં 42 ફાઈટર સ્ક્વોર્ડન ની મંજૂરી હોવા છતાં વાયુસેના પાસે માત્ર 31 સ્ક્વોર્ડન છે.
એર ચીફ માર્શલે વધુમાં કહ્યું,”ચિત્રમાં કંઈક બદલાવ લાવવો જ જોઈએ. કંઈક મોટો બદલાવ. આને જાદુઈ ચાબુકની જરૂર છે જેથી બધું સુવ્યવસ્થિત થઈ શકે. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.”