પત્ની એકલી ચાલવા નીકળતાં પતિએ તીન તલ્લાક આપી દીધા
થાણેના ચકચારી કિસ્સામાં પોલીસે ગુનો નોંધ્યો
મુસ્લિમ સમાજમાં હજુ પણ કેવા ક્ષુલ્લક કારણોસર પત્નીને છૂટાછેડા આપી દેવામાં આવે છે તેનો એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે .તીન કલાક આપવા એ ગુનહિત કૃત્ય હોવા છતાં પુણેના 31 વર્ષના એક મુસ્લિમ યુવાને તેની 25 વર્ષની પત્નીને ફોન ઉપર ત્રણ વખત તલ્લાક તલ્લક બોલી છૂટાછેડા આપી દીધા હતા. પોલીસે આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહિલા એકલી ચાલવા નીકળતા
પતિ કાળઝાળ થઈ ગયો હતો અને બાદમાં પત્નીના પિતાને ફોન કરી તીન તલ્લાક આપી દીધા હતા. આ ઘટના અંગે મુસ્લિમ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (4) અને મુસ્લિમ વુમન ( પ્રોટેકશન ઓફ રાઈટ ઓફ મેરેજ) એક્ટ હેઠળ પતિ સામે ગુનો નોંધ્યો હતો.
અત્રે એ યાદ અપાવું જરૂરી છે કે અગાઉ કોઈપણ મુસ્લિમ પુરુષ માત્ર ત્રણ વખત તલ્લાક બોલીને પત્નીને છૂટાછેડા આપી શકતો હતો. 2017 માં સુપ્રીમ કોર્ટે આ પ્રથાને ગેરકાયદે જાહેર કરી હતી. બાદમાં 30 જુલાઈ 2019 ના રોજ ત્રીપલ તલાક વિરોધી ખરડો સંસદમાં પસાર થયો હતો. ત્યારથી ત્રીપલ તલ્લાક આપવા એ ગુનાહિત કૃત્ય બની ગયું છે. ત્રીપલ તલાક આપવા એ બિનજામીન લાયક ગુનો છે અને તેમાં વોરંટ વગર ધરપકડ કરવાની જોગવાઈ છે.