Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
નિર્દેશક Aditya Dharની જાસૂસી થ્રિલર ફિલ્મ Dhurandhar: The Revenge (ધુરંધર-2) વર્ષ 2026ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક બની ગઈ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં Ranveer Singh છે. આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થવાની છે. જોકે રિલીઝના એક દિવસ પહેલાં એટલે કે 18 માર્ચે ફિલ્મના પેડ પ્રીવ્યૂ રાખવામાં આવ્યા છે.

મુંબઈના બોરીવલી સ્થિત INOX Megaplexમાં ફિલ્મની એક ટિકિટની કિમત 3100 સુધી પહોંચી ગઈ છે. અગાઉ જ્યારે એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારે સૌથી મોંઘી ટિકિટ 2000 હતી, પરંતુ માંગ વધતા તેની કિમત 2500 થી 2900 સુધી પહોંચી ગઈ અને હવે 3100 થઈ ગઈ છે.

ટ્રેડ વેબસાઇટ Sacnilk મુજબ ફિલ્મે અત્યાર સુધી બ્લોક સીટ વગર 13.75 કરોડ અને બ્લોક સીટ સાથે 19.46 કરોડની એડવાન્સ કમાણી કરી છે. અંદાજ છે કે માત્ર પેડ પ્રીવ્યૂમાંથી જ ફિલ્મ 25 થી 30 કરોડ સુધી કમાણી કરી શકે છે.
એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર કમાણી
Dhurandhar: The Revengeએ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર કમાણી કરી છે. વર્ષ 2026ની સૌથી મોટી રિલીઝમાંની એક ગણાતી આ ફિલ્મને પેઇડ પ્રીવ્યૂ શો માટે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
Sacnilkના આંકડા મુજબ સ્થાનિક બજારમાં ફિલ્મે તમામ ભાષાઓમાં પેઇડ પ્રીવ્યૂ માટે એડવાન્સ બુકિંગ દ્વારા લગભગ ₹15.65 કરોડ (₹156.5 મિલિયન) કમાઈ લીધા છે.

જ્યારે બ્લોક કરેલી સીટોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે આ આંકડો વધીને લગભગ ₹21.2 કરોડ (₹212 મિલિયન) સુધી પહોંચે છે.
સૌથી વધુ એડવાન્સ બુકિંગ હિન્દી વર્ઝનમાંથી આવ્યું છે. હિન્દી (2D) વર્ઝનમાં 7,657 શોમાં કુલ 2,62,203 ટિકિટો વેચાઈ છે અને લગભગ ₹15.28 કરોડની કમાણી થઈ છે, જેમાં સરેરાશ ટિકિટ કિંમત ₹418 રહી છે.
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન: વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓ કરશે મુલાકાત, મુંબઈમાં નીકળશે વિક્ટરી પરેડ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
હિન્દી ડોલ્બી સિને ફોર્મેટમાં 2 શોમાં 146 ટિકિટો વેચાઈ અને લગભગ ₹1.14 લાખની કમાણી થઈ. અન્ય ભાષાઓમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. તમિલ (2D) વર્ઝનમાં 11,223 ટિકિટોમાંથી ₹16.28 લાખ, તેલુગુ (2D) વર્ઝનમાં 6,008 ટિકિટોમાંથી ₹14.39 લાખ, મલયાલમ (2D) વર્ઝનમાં 646 ટિકિટોમાંથી ₹1.58 લાખ અને કન્નડ (2D) વર્ઝનમાં 386 ટિકિટોમાંથી ₹1.61 લાખની કમાણી થઈ છે.
