‘વોર 2’ ફિલ્મ માટે રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરતાં જોવા મળ્યા રિતિક રોશન અને કિયારા અડવાણી,વિડીયો થયો લીક
બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને એક્ટ્રેસ કિયારા અડવાણીનો એક લેટેસ્ટ વીડિયો ફિલ્મ ‘વોર 2’ના શૂટિંગ સેટ પરથી સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હૃતિક અને કિયારા બંને ફિલ્મના રોમેન્ટિક ગીતોનું શૂટિંગ કરી રહ્યા છે.
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર રિતિક રોશને ગઈકાલે ફિલ્મ ‘વોર 2’ના સેટ પરથી પોતાનો એક શાનદાર ફોટો શેર કર્યો હતો. ફોટામાં રિતિક રોશનની સ્ટાઈલને પણ લોકોએ પસંદ કરી હતી. હાલમાં મેકર્સ ફિલ્મ ‘વોર 2’નું શૂટિંગ ઈટાલીમાં કરી રહ્યા છે. હવે શૂટિંગનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે, જેમાં રિતિક રોશન અને કિયારા અડવાણી ફિલ્મ ‘વોર 2’ના એક રોમેન્ટિક ગીત માટે શૂટિંગ કરતા જોવા મળે છે. બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ ઈન્ટરનેટ પર ચાહકોનું દિલ જીતી લીધું છે.
hrithik and kiara, how beautiful they are together! 🤍 #hrithikroshan #Kiaraadvani #war2 pic.twitter.com/NJ9zEgdipr
— Joe (@YoursJoee) September 24, 2024
‘વોર 2’ના સેટ પરથી સામે આવેલા વીડિયોમાં રિતિક રોશનને ઈટલીની ગલીઓમાં કેઝ્યુઅલ લુકમાં જોઈ શકાય છે. બીજી તરફ કિયારા અડવાણી પિંક કલરના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિયારા અડવાણી હૃતિક રોશન તરફ દોડતી અને તેને ગળે લગાવતી જોઈ શકાય છે. બંને હાથ જોડીને ચાલતા જોવા મળે છે. લોકોને લાગે છે કે બંને કલાકારો ફિલ્મના રોમેન્ટિક ટ્રેક માટે શૂટિંગ કરી રહ્યા છે.
મિડ ડેના રિપોર્ટ પ્રમાણે આ ગીત પ્રિતમે કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને કિયારા અડવાણી ઉપરાંત સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર પણ જોવા મળશે. ફિલ્મમાં બંને વચ્ચે ઘણા સેક્સી સીન શૂટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની કાસ્ટ અને ક્રૂ ઓક્ટોબરમાં ઈટાલીથી ભારત પરત ફરશે. આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થશે.