આ વખતે ચોમાસુ કેવું રહશે…વાંચો
હવામાન નિષ્ણાતોએ આપ્યો અભિપ્રાય : લા નીના અને હિંદ મહાસાગર ડીપોલ એક સાથે સક્રિય થવાને કારણે વરસાદ વહેલો આવે તેવી વકી
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા આ વખતે ભારતમાં ચોમાસુ સામાન્ય એટલે કે સારું રહેશે તેવી આગાહી કરાયા પછી હવે સૌ હવામાન ખાતાની આગાહીની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેટલાક હવામાન નિષ્ણાતોએ આ વખતે લા નીના કન્ડીશનને લીધે ચોમાસુ વહેલુ અને સારું રહેશે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, આ વખતે લા નીના અને હિન્દ મહાસાગર ડીપોલ એક સાથે સક્રિય થયા છે તેથી ચોમાસુ વહેલુ આવી શકે છે.
આ અહેવાલ અનુસાર, એક સાથે બે બે સીસ્ટમ સક્રિય થવાથી દેશના ઘણા ભાગોમાં સંભવિત વરસાદ સાથે મજબુત ચોમાસાની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. લા નીના ઇફેક્ટ એ હવામાનની પુનરાવર્તિત ઘટના છે જે મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીના સરેરાશ તાપમાન કરતાં વધુ ઠંડુ અને હિંદ મહાસાગરના દ્વિધ્રુવ અને હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં વધઘટનું કારણ બને છે.
સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, ‘અલ નીનો ઝડપથી લા નીનામાં બદલાઈ રહ્યો છે અને લા નીના સાથે સંબંધિત વર્ષો દરમિયાન, ચોમાસાનું પરિભ્રમણ વધુ મજબૂત બને છે.’ IMD અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અનુકૂળ ચોમાસા સાથે સંકળાયેલ લા નીનાની સ્થિતિ સિઝનના ઉત્તરાર્ધમાં ભારતમાં સેટ થવાની સંભાવના છે.