કેવી રીતે થયું પાકમાં મતદાન ? જુઓ
પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે ગુરુવાર સવારથી મતદાન શરૂ થયું હતું જે સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. અનેક મતદાન મથકો પર હિંસાની ઘટનાઓ બની હતી. નવાઝ શરીફની પાર્ટી પીએમએલએન જીતે તેવો તખ્તો ગોઠવાયો છે. જ્યારે ઝરદારીની પાર્ટી બીજા અને ઈમરાન ખાનની પાર્ટી ત્રીજા નંબરે રહી શકે છે. મતદાન દરમિયાન આતંકી હુમલો પણ થયો હતો જેમાં 5 પોલીસના મોત થયા હતા. ઇમરાને જેલમાંથી જ મત આપ્યો હતો. મતદાન લોહિયાળ રહ્યું હતું.
નેશનલ એસેમ્બલી અને 4 પ્રાંતિય વિધાનસભાઓ માટે મતદાન થયું હતું અને પાકના કૂલ 12.85 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈમરાન અને પત્નીને સુરક્ષા પૂરી પડાઈ હતી. સવારે અનેક મથકો પર મતદારો જ પહોંચ્યા નહતા.
ત્યારે બપોરના સમયે આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 પોલીસકર્મીઓ મૃત્યુ થયા હતા.
30 મિનિટ સુધી સતત ગોળીબાર કર્યો
હુમલાખોરોએ 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતાં પહેલા એક ઈમરજન્સી વિસ્ફોટક ડિવાઈસ પણ ગોઠવી દીધું હતું. આ વિસ્ફોટને લીધે ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગઇકાલે મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરીને શહીદ પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓને પકડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા સૂચના આપી છે.