રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આસામમાં કેટલું રોકાણ કરશે ? કોણે કરી જાહેરાત ? વાંચો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ આગામી પાંચ વર્ષમાં આસામમાં રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મંગળવારે આસામ 2.0 સમિટમાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. સાથે એમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા. ખાસ કરીને પૂર્વોત્તરમાં વિકાસ ઝડપી બનાવવા બદલ એમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા.
ગુવાહાટીમાં રોકાણકારોના સમિટ, એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 દરમિયાન એક સભાને સંબોધતા, અંબાણીએ રાજ્યના વિકાસ માટે, ખાસ કરીને ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રોમાં રિલાયન્સની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
મુકેશ અંબાણીએ કહ્યું કે આગામી વર્ષોમાં, રિલાયન્સ આસામમાં તેના રોકાણને ચાર ગણાથી વધુ વધારીને રૂ. 50,000 કરોડથી વધુ કરશે. તેમણે 2018 સમિટમાં કંપનીની રૂ. 5,000 કરોડની અગાઉની પ્રતિબદ્ધતાને યાદ કરી અને કહ્યું કે રિલાયન્સે ત્યારથી રાજ્યમાં રૂ. 12,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
જિયોને દિલથી સ્વીકારવા બદલ આભાર
અંબાણીએ આસામને ટેક-રેડી અને એઆઈ-સક્ષમ બનાવવાની રિલાયન્સની પ્રાથમિકતા પર ભાર મૂક્યો. તેમણે રાજ્યના ડિજિટલ પરિવર્તનને એક મહાન અને દેશભક્તિપૂર્ણ મિશન ગણાવ્યું. તેમણે કહ્યું કે જિયોએ આસામના ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.