રિટેલ મોંઘવારીમાં દેશની જનતાને કેટલી મળી રાહત ? જુઓ
હાશ….દેશમાં છૂટક મોંઘવારી થોડી તો ઘટી
દેશમાં મોંઘવારી મોરચે આમ જનતાને થોડી રાહત મળી છે. જાન્યુઆરી 2025માં છૂટક મોંઘવારી દર ઘટીને 4.31 ટકા થયો છે. આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છે. ડિસેમ્બર 2023માં આ દર 5.22 ટકા હતો, જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં તે 5.1 ટકા હતો.

ખાદ્ય ફુગાવામાં મોટો ઘટાડો
જાન્યુઆરી 2024 માં ખાદ્ય ફુગાવો ઘટીને 6.02 ટકા થયો, જે ડિસેમ્બર 2023 માં 8.39 ટકા અને ગયા વર્ષે જાન્યુઆરીમાં 8.3 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવામાં આ નરમાઈ આવી છે.
અનાજ, શાકભાજી, કઠોળ અને કેટલાક ડેરી ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને રાહત મળી છે. શાકભાજીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે કઠોળ અને અન્ય આવશ્યક ખાદ્ય ઉત્પાદનોના ભાવ પણ સ્થિર રહ્યા હતા.
આ આંકડા રિઝર્વ બેંક માટે રાહતરૂપ છે. આરબીઆઈને ફુગાવાનો દર ચાર ટકાની અંદર (બે ટકાના તફાવત સાથે) જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાથી આરબીઆઇને વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં વધુ સુગમતા મળશે.