દેશમાં સીધા કરની વસૂલાતમાં કેટલો વધારો ? વાંચો
કોણે આપ્યા આંકડા ?
દેશનું અર્થતંત્ર બરાબર લાઇન પર જ ચાલી રહ્યું છે અને તેના અત્યાર સુધીમાં અનેક સંકેતો જાણવા મળ્યા છે. હવે એવા ખબર આવ્યા છે કે દેશના શુધ્ધ ડાયરેક્ટ કર વસૂલાતમાં માર્ચ 2024 ના સમાપ્ત નાણાંકીય વર્ષમાં એક સાથે 18 ટકાનો હાઇ જમ્પ આવ્યો હતો તેમ સીબીડીટીના રિપોર્ટમાં જણાવાયું હતું.
સત્તાવાર અહેવાલ મુજબ સીધા કરની વસૂલાતનો આંકડો વધીને રૂપિયા 19.58 લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. આ રકમ સુધારેલા અનુમાનોથી ઘણી વધુ રહી છે અને સરકાર તથા વહીવટીતંત્રની મહેનત ફળી છે. પ્રતિ વર્ષ તેમાં સારો એવો વધારો થઈ રહ્યો છે.
આવકવેરા અને કોર્પોરેટ કર સંગ્રહ 2023-24 દરમિયાન બજેટ અનુમાનોથી રૂપિયા 1.35 લાખ કરોડ વધુ રહ્યું હતું. આ લોકોની સીધા કરના સંગ્રહમાં સૌથી મોટી ભાગીદારી રહી છે. આમ કૂલ રૂપિયા 19.58 લાખ કરોડની સીધા કરની વસૂલાત રહી છે જે 2022-23 ના 19.72 લાખ કરોડના સંગ્રહથિ 18.48 ટકા વધુ રહી છે.
અહેવાલમાં એવી માહિતી અપાઈ હતી કે સીધા કરના સંગ્રહના આ આંકડા અર્થવ્યવસ્થામાં પ્રગતિ અને વ્યક્તિગત તથા કોર્પોરેટની આવકમાં વધારો દર્શાવે છે. આમ દેશની હાલત અત્યારે અન્ય દેશો કરતાં દરેક મોરચે ખૂબ જ સારી રહી છે અને સારા પરિણામ બહાર આવી રહ્યા છે.