દેશમાં નકલી નોટનું પ્રમાણ વધીને કેટલું થયું ? ક્યાં પહોંચ્યો આંકડો ? જુઓ
દેશમાં નકલી ચલણી નોટમાં 5 વર્ષમાં 317 ટકાનો વધારો
દેશમાં નકલી ચલણી નોટો તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે લગભગ 8 વર્ષ પહેલા નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એક દાયકામાં કેટલાક અસામાજિક તત્વો એ પગલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી નોટોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. રૂપિયા 10 ની પણ નકલી નોટો વધી છે.
500ની નકલી નોટો વધી છે
નાણા મંત્રાલયે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 500 રૂપિયાની નકલી નોટોમાં 317 ટકાનો વધારો થયો છે. સંસદમાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2019 મ 21,865 મિલિયન પીસ થી વધીને 2023 માં 91,110 પીસ થઈ ગઈ છે. જોકે, 2024 દરમિયાન તેમાં 15%નો ઘટાડો જોવા મળ્યો હતો અને આ સંખ્યા 85,711 મિલિયન પીસ બની હતી.
નાણાકીય વર્ષ 2022 માં નકલી રૂ. 500 ની નોટોમાં સૌથી વધુ વાર્ષિક ઉછાળો જોવા મળ્યો, જે નાણાકીય વર્ષ 2021 માં 39,453 બમણો થઈને 79,669 મિલિયન પીસ થયો. આ 102% નો વધારો હતો. નાણાકીય વર્ષ 2024 માં રૂ 2000 ની નકલી નોટોમાં પણ 166% નો તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023 માં 9,806 મિલિયન પીસથી વધીને 26,035 થયો હતો.
સરકારના ભરપૂર પ્રયાસ
આ વધારા છતાં, સરકારે તમામ ડીનોમીનેશન નકલી ચલણમાં એકંદરે 30% ઘટાડો નોંધાવ્યો, જે 2019 મા 3,17,384 મિલિયન પીસથી 2024 માં 2,22,639 થયો. આ વર્ષે મે મહિનામાં આરબીઆઈએ કહ્યું હતું કે કુલ ચલણમાં રૂ. 500 મૂલ્યની નોટોનો હિસ્સો માર્ચ 2024ના અંત સુધીમાં વધીને 86.5% થઈ જશે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 77.1% હતો. આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં, આ વધારો મુખ્યત્વે મે 2023માં જાહેર કરાયેલ રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાને આભારી છે. આનો હિસ્સો એક વર્ષ અગાઉના સમયગાળામાં 10.8% થી ઘટીને 0.2% થયો છે.
વાર્ષિક અહેવાલ મુજબ, 31 માર્ચ, 2024 સુધીમાં, વોલ્યુમની દ્રષ્ટિએ, રૂ. 500ની નોટ સૌથી વધુ રૂ. 5.16 લાખ હતી, જ્યારે રૂ. 10ની નોટ રૂ. 2.49 લાખ સાથે બીજા સ્થાને હતી. ચલણમાં બૅન્કનોટનું મૂલ્ય અને વોલ્યુમ 2024 માં દરમિયાન અનુક્રમે 3.9% અને 7.8% વધ્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન અનુક્રમે 7.8% અને 4.4% હતું, અહેવાલમાં જણાવાયું છે.