12 માસમાં કેટલું આવ્યું વિદેશી રોકાણ ?
આગામી સમયમાં શું થશે ?
દુનિયામાં અર્થતંત્રો ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશનું અર્થતંત્ર મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. આ હકીકતને જોઈને જ વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાં જોરદાર વાપસી કરી હતી અને કારોબારી વર્ષ 2024-25 માં મબલખ રોકાણ કર્યું છે.
એક અહેવાલ મુજબ વિદેશી રોકાણકારોએ 12 માસમાં કૂલ રૂપિયા 3.4 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જે પૈકી ઇક્વિટીમાં 2023-24 માં રૂપિયા 2 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. આમ ભારતની મજબૂત સ્થિતિ જોઈને વિદેશી રોકાણકારોએ જબરું રોકાણ કર્યું છે. હજુ પણ આગામી સમયમાં વધુ રોકાણ કરવામાં આવશે તેવી આશા છે.
નિષ્ણાતોએ એમ કહ્યું છે કે પોલિસીમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી વર્ષે પણ વધુ પ્રમાણમાં વિદેશી રોકાણ આવી શકે છે. આ પ્રકારની પ્રગતિ જારી રહી શકે છે. સાચી વાત એ છે કે આર્થિક સ્થિરતા અને રોકાણના આકર્ષક વિકલ્પ એફપીઆઇ રોકાણને વધારવામાં સાહાયક સાબિત થઈ શકે છે.
આ દરમિયાન વૈશ્વિક સ્થિતિ પર ખાસ નજર રાખવાની ભલામણ પણ નિષ્ણાતોએ કરી છે. કારણ કે ઉતાર ચઢાવ વચ્ચે અસ્થિર સ્થિતિ ઊભી થઈ શકે છે પણ ભારતીય માટે રોકાણ ચાલુ જ રહેશે તેમ માનવામાં આવે છે.