ચીની ડીપસીકને લીધે દુનિયાના અમીરોને કેટલી ખોટ ગઈ ? જુઓ
ચીની એઆઈ ડેવલપર ડીપસીક દ્વારા તાજેતરમાં થયેલા વેચાણથી વિશ્વના મુખ્ય સૂચકાંકોમાં ભૂકંપ આવ્યો હતો તેની અસર વિશ્વના સૌથી ધનિક લોકોની સંપત્તિ પર પણ જોવા મળી છે, જેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એનવીડિયા કોર્પના સહ-સ્થાપક જેન્સન હુઆંગની આગેવાની હેઠળ વિશ્વના 500 સૌથી ધનિક લોકોએ કુલ $108 બિલિયન ગુમાવ્યા છે. એટલે રૂપિયા ૯.૩ લાખ કરોડ ગુમાવ્યા છે .
સૌથી વધુ નુકસાન કોને થયું
દરમિયાન, અબજોપતિઓ જેમની સંપત્તિ એઆઈ સાથે જોડાયેલી છે તેમને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, હુઆંગને 20.1 બિલિયન ડોલરનું નુકસાન થયું, અને તેમની સંપત્તિમાં 20%નો ઘટાડો થયો. જ્યારે ઓરેકલ કોર્પના સહ-સ્થાપક લેરી એલિસને $22.6 બિલિયન ગુમાવ્યા, જે તેમની સંપત્તિના 12% છે. આ ઉપરાંત, ડેલ ઇન્ક.ના માઈકલ ડેલને ૧૩ બિલિયન ડોલરનું નુકસાન થયું છે, જ્યારે બિનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના સહ-સ્થાપક ચાંગપેંગ “સીઝેડ” ઝાઓએ ૧૨.૧ બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
ટેક ક્ષેત્રના દિગ્ગજોએ સંયુક્ત રીતે $94 બિલિયનની સંપત્તિ ગુમાવી છે, જે બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં કુલ ઘટાડાના લગભગ 85% હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 3.1% ઘટ્યો, જ્યારે એસઅન્ડપી- 500માં 1.5%નો ઘટાડો થયો છે.
ડીપસીકે મુશ્કેલીઓ વધારી
તાજેતરમાં, હાંગઝોઉ સ્થિત ડીપસીકે તેના મફત એઆઈ ચેટબોટ ડીપસીક R1 લોન્ચ કરીને વિશ્વભરના ટેક જાયન્ટ્સ માટે મુશ્કેલીઓ વધારી છે. તેની ચેટબોટ એપ વિશ્વભરમાં ડાઉનલોડ ચાર્ટમાં ટોચ પર છે. આ દરમિયાન, એટલા બધા નવા વપરાશકર્તાઓ જોડાયા કે ડીપસીકને ઓનલાઈન રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો, આઉટેજનો અનુભવ થયો અને ચાઇનીઝ ફોન નંબર ધરાવતા વપરાશકર્તાઓ માટે સાઇનઅપ મર્યાદિત કરવાની ફરજ પડી.