કાશ્મીરમાં કેટલા આતંકી થયા ઠાર ? જુઓ
ભારતીય સેનાએ રવિવારે એક મોટી સફળતા હાંસલ કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેનાએ કેરન સેક્ટરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
તાજેતરના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. તે જ મહિનામાં, 8 જુલાઈ, 2024 ના રોજ, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે કઠુઆના બદનોટા વિસ્તારમાં પેટ્રોલિંગ સેના પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ સૈનિકો શહીદ થયા હતા અને આઠ જવાનો ઘાયલ થયા હતા.
રવિવારે ફરીવાર આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને જાગૃત જવાનોએ એમને ઘેરી લીધા હતા અને નાસવાનો પ્રયાસ કરનાર 3 આતંકીને ઠાર કરી દીધા હતા અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.