વાવાઝોડામાં ક્યાં કેટલા મોત થયા ? વાંચો
બંગાળમાં વાવાઝોડું ફૂંકાતાં 4 મોત, 100 ઘાયલ
દેશના અલગ અલગ રાજ્યોમાં હવામાન બદલાયેલું રહ્યું છે. પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લામાં રવિવારે ભારે વરસાદ અને તોફાની હવાઓને કારણે વાવાઝોડું સર્જાયું હતું જેમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા હતા. વાવાઝોડાએ જિલ્લાના ંમૈનાગુડી વિસ્તારમાં મોટા પાયે નુકસાન પહોંચાડયું હતું. 100 થી વધુ લોકો અલગ અલગ ઘટનાઓમાં ઘાયલ થયા હતા.
તોફાનને કારણે અનેક વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા અને વાહનો પલટી મારી ગયા હતા. 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા તેમજ અનેક મકાનોને નુકસાન પણ થયું હતું. તંત્રવાહકોએ લોકોને તરત જ સુવિધા પહોંચાડી હતી અને બચાવ ઓપરેશન કર્યું હતું.
દરમિયાનમાં મિઝોરમમાં વહેલી સવારે ભારે પવનની સાથે વરસાદ પડતા ઇસ્તરની ઉજવણીમાં અવરોધ ઉભો થયો હતો. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ચમ્ફાઇ જિલ્લામાં એક ચર્ચની ઇમારત ધરાશયી થઇ હતી અને ઐઝવાલ જિલ્લામાં અન્ય એક ચર્ચની ઇમારતને મોટા પાયે નુકસાન થયું હતું.
