મણીપુરમાં પોલીસે કેટલા ઉગ્રવાદી પકડ્યા ? શું મળ્યું એમની પાસેથી ? વાંચો
- 8 ઉગ્રવાદી મોટી હિંસા કરવાના હતા
- પોલીસે એક યુવકને પણ સકંજામાંથી છોડાવ્યો
- કોણ હતો એ યુવાન ? શું હતો પ્લાન ?
મણીપુરમાં ભારે અશાંતિ અને વ્યાપક હિંસા બાદ હજુ પણ ઉગ્રવાદીઓ કાવતરા ઘડી રહ્યા છે પણ પોલીસની જાગૃતિને લીધે એમની મોટા પાયે હિંસા કરવાની યોજના ઊંધી વળી ગઈ હતી અને પોલીસે 8 ઉગ્રવાદીઓની ધરપકડ કરી લીધી હતી. એમની પાસેથી ઘાતક હથિયારો પણ મળ્યા હતા.
આ 8 ઉગ્રવાદીઓના સકંજામાંથી એક 22 વર્ષીય વિદ્યાર્થીને મુક્ત કરાવી લેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે જે વિદ્યાર્થીને આ ઉગ્રવાદીઓના સકંજાથી મુક્ત કરવાયો છે તેનું નામ લેશરામ ચિંગલેન સિંહ છે. તે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડીએમ કોલેજ ઓફ સાયન્સના હોસ્ટેલમાં રહેતો હતો અને શુક્રવારે બપોરે તેનું અપહરણ કરાયું હતું. તેના માતાપિતા પાસે રૂપિયા 15 લાખની માંગણી કરાઇ હતી.