કેટલા કરોડના સરકારી બોન્ડની હરાજી થઈ ? વાંચો
ક્યાં થઈ છે હરાજી ?
ઇલેકટોરલ બોન્ડ અંગેના વિવાદ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બોન્ડની હરાજી કરાવવામાં આવી રહી છે અને શુક્રવારે આ વિધિ શરૂ કરી દેવામાં આવી હતી. રિઝર્વ બેન્ક દ્વારા આ માટેની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી હતી. જેની અગાઉથી જ જાહેરાત કરી દેવાઈ હતી.
શુક્રવારથી રૂપિયા 30 હજાર કરોડના સરકારી બોન્ડની હરાજી શરૂ કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કના મુંબઈ કાર્યાલય દ્વારા હરાજી કરાવવામાં આવી રહી હતી. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે સરકારી જામીનગીરી માટે હરાજી કરાવવામાં આવી રહી છે.
અલગ અલગ બોન્ડ માટે કેટલીક અલગ શરતો પણ છે અને પધ્ધતિ પણ અલગ હોય છે. આ હરાજીનું પરિણામ પણ એકાદ દિવસમાં જ આવી શકે છે. આ હરાજીમાં સફળ બોલી લગાવનારાઓ દ્વારા 15 એપ્રિલે પેમેન્ટ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારને આ હરાજીમાં જે આવક મળે છે તેનો ઉપયોગ વિકાસ માટે અને દેવા ચૂકવવા માટે કરવામાં આવે છે. રિઝર્વ બેન્કના સીધા જ માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવે છે.