કેટલા દેશમાં દૂષિત સિરપ મોકલાયું? WHOએ માંગી માહિતી, 20થી વધુ બાળકોના મોત બાદ મામલો વધુ ગંભીર બન્યો
અત્યાર સુધીમાં, દેશના અનેક રાજ્યોમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ પીવાથી 25 બાળકોના મોત થયા છે. આ ઘટના બાદ, વિશ્વ આરોગ્ય સંગઠન એ ભારત પાસેથી માહિતી માંગી છે કે શું મૃત્યુનું કારણ બનેલ કફ સિરપ, ‘કોલ્ડ્રિફ’, અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવતું હતું. વિશ્વ આરોગ્ય સંગઠન આ સિરપ સામે વૈશ્વિક એલર્ટ આપવાનો વિચાર પણ કરશે.
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સીરપ ખતરનાક પદાર્થો ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલથી દૂષિત હતું, જે ગંભીર કિડની ચેપ અને મૃત્યુનું જોખમ પણ ઉભું કરે છે.
મધ્યપ્રદેશમાં, આ સીરપ ખાવાથી 21 બાળકોના મોત થયા છે, જ્યારે પાંચ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે. વધુમાં, રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ત્રણ બાળકો પણ આ જ સીરપ ખાવાથી મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો :રોહિત અને કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે! કેપ્ટન શુભમન ગિલે લાવ્યો અટકળોનો અંત, રોકોના ફેન્સમાં ખુશીની લહેર
હૂએ જણાવ્યું છે કે આ બાબતે “ગ્લોબલ મેડિકલ પ્રોડક્ટ્સ એલર્ટ” જારી કરવો કે નહીં તે અંગેનો નિર્ણય ભારત તરફથી સત્તાવાર પુષ્ટિ મળ્યા પછી લેવામાં આવશે. આ એલર્ટ ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે કોઈ દવા અથવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન નબળી ગુણવત્તાનું અથવા દૂષિત હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો :કોઈ પણ યુનિવર્સિટીમાં એક જ દેશના 5 ટકાથી વધુ વિદ્યાર્થી નહી ચાલે : ટ્રમ્પનું વધુ એક આકરું પગલું, આ 2 દેશના વિદ્યાર્થીઓને પડશે અસર
એમપીમાં દવા કંપનીના માલિકની ધરપકડ થઈ
મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ “કોલ્ડ્રિફ” કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરતાં શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી 21 બાળકોના મૃત્યુની ભયાનક ઘટના બાદ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.
