મહાકુંભમાં કેટલા દેશના રાજદ્વારીઓ આવ્યા છે ? વાંચો
મહાકુંભમાં અત્યારે 73 દેશના રાજદ્વારીઓ આવેલા છે અને ભારતીય સંસ્કૃતિથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા છે . અલગ અલગ કેમ્પોમાં આ વિદેશી મહેમાનો આવ્યા છે અને ગંગામાં સ્નાન પણ કરે છે . મીડિયા સાથેની વાતચીતમાં એમણે ભારતની આધ્યાત્મિક શક્તિના વખાણ કર્યા હતા.
અમેરિકા, રશિયા, યુક્રેન, બાંગ્લાદેશ અને અન્ય દેશોના રાજદ્વારીઓ અહીં આવ્યા છે અને મહાકુંભથી ખૂબ જ આનંદિત થયા છે. આ સિવાય પણ વિદેશના અગણિત લોકો મહાકુંભમાં આવેલા છે અને તેઓ ભારતના વખાણ કરી રહ્યા છે .
કેનેડા, થાઈલેન્ડ, જર્મની, ફ્રાંસ, જાપાન, સ્વિસ, ઇટલી, મલેશિયા, ન્યુઝીલેન્ડ અને પૉલેન્ડ સહિતના દેશોના રાજદ્વારીઓ મહાકુંભમાં પ્હોંચીઓ ગયા છે. એમણે આ બારામાં બધી જ માહિતી પણ લીધી હતી અને આ મેળો અદભૂત છે તેમ જણાવ્યું હતું.
મહાકુંભમાં ફરી આગ લાગી
મહાકુંભમાં બરાબર ભક્તિનો રંગ જામેલો છે ત્યારે શનિવારે દિવસે દુર્ઘટના સર્જાઇ હતી, જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહી. વહેલી સવારે પાર્કિંગમાં બે ગાડીઓમાં આગ લાગી હતી પરંતુ યોગ્ય સમયે જ સતર્કતા સાથે આગ બુઝાવી દેવાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા સમયસર ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. સદનસીબે કોઈ અપ્રિય ઘટના બની નહતી .