ગૃહમંત્રી અમિત શાહે કેવી ઐતિહાસિક સફળતા મેળવી ? શું કર્યું ? વાંચો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવી માહિતી આપી હતી કે મણિપુરમાં સૌથી જૂના સશસ્ત્ર સંગઠન UNLF હિંસા છોડનારા મુખ્યધારામાં સામેલ થવા પર સહમત થયા છે. UNLFએ એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હથિયાર હેઠા મૂક્યા છે.
ગૃહમંત્રી શાહે પોતાના X હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરતા જણાવ્યું કે, એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ! પૂર્વોત્તરમાં સ્થાયી શાંતિ સ્થાપીને મોદી સરકારના અથાગ પ્રયાસોમાં એક નવો અધ્યાય જોડાયો છે, કારણ કે યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)એ આજે નવી દિલ્હીમાં એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
વધુ એક પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર અને મણિપુર સરકાર તરફથી UNLFની સાથે આજે હસ્તાક્ષરિત શાંતિ કરાર 6 દાયકા લાંબા સશસ્ત્ર આંદોલનના અંતનું પ્રતીક છે. આ વડાપ્રધાન મોદીના સર્વસમાવેશી વિકાસના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને પૂર્વોત્તરમાં ભારતમાં યુવાનોને શ્રેષ્ઠ ભવિષ્ય આપવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.