2600 કરોડનાં ખર્ચે બનેલું રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર્સને કેવી સુવિધા આપે છે ? પરફોર્મન્સ સર્વે કરાયો
2600 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયું છે, જેમાં પેસેન્જર્સને સુવિધા આપવામાં હીરાસર એરપોર્ટ કેટલું ઉણું ઉતર્યું છે તે જોવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સર્વે હાથ ઘરાયો હતો. AAI દ્વારા એજન્સીને સર્વે અપાયો હતો. વર્ષ 2023માં રાજકોટ એરપોર્ટ યાત્રિકોને સુવિધા આપવામાં સમગ્ર દેશમાં 19માં ક્રમે હતું જ્યારે ત્યારબાદ 2024માં કસ્ટમરમાંથી 4.48માંથી ઘટીને 4.44 થયો હતો અને દેશમાં 27 માં સ્થાન પર આવી ગયું હતું.
જોકે આ સમયે હિરાસર એરપોર્ટમાં હંગામી ધોરણે ચાલતા ટર્મિનલ પર પૂરતી સુવિધા ન હતી જ્યારે હવે એક મહિના પહેલા નવું ટર્મિનલ પર શરૂ થઈ ગયું છે. જેનાં પેસેન્જર્સે દ્વારા વખાણ થઈ રહ્યા છે.જો કે હમણાં જ પાણી ખલાસ થઈ ગયું હોવાની ફરિયાદો ઉઠી હતી,જેમાં પાઈપલાઈન તૂટી જતાં આ વિક્ષેપ સર્જાયો હતો. એરપોર્ટ ઓથીરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સર્વે એક એજન્સીને આપવમાં આવે છે જેમાં તેના ચોક્કસ માપદંડના આધારે આ સર્વે કરાય છે.ખાસ કરીને યાત્રિકોની સુવિધા કેન્દ્ર સ્થાને હોય છે.

ચેકિંગથી લઇ વોશરૂમ સુધીની સુવિધાઓનો સર્વે કરાય છે
આ માપદંડમાં પાર્કિંગ સુવિધા, ચેક ઇન કરવામાં લાગતો સમય,કલાઇટ ઇન્ફોર્મેશન સ્ક્રીન, લોન્જ, એરપોર્ટ ટર્મિનલના સ્ટાફનું વર્તન, ચેકિગ પ્રક્રિયા, સિક્યુરિટી સ્ટાફ નું વલણ, કેન્ટીનમાં મળતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અને તેના ભાવ, બેંક, એટીએમ અને મની ચેન્જરની સુવિધા, ઇન્ટરનેટ અને વાઈફાઈ સુવિધા, ટર્મિનલની સ્વચ્છતા, વોશરૂમ કેવા છે.. ? સહિત એટલી સુવિધાના માપદંડોના આધારે એરપોર્ટનો રેન્ક નક્કી થાય છે. જેનું રિઝલ્ટ એક મહિના પછી આવશે.