દિલ્હીમાં કેવા થયા રમખાણ ? કોણે ક્યાં હુમલો કર્યો ? જુઓ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની ગંભીર કટોકટીથી સામાન્ય લોકો પરેશાન છે. સમગ્ર શહેરમાં વિરોધ, તોડફોડ અને હંગામો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર એક વીડિયો વાયરલ થયો હતો . જેમાં કેટલાક લોકો છતરપુરમાં દિલ્હી જલ બોર્ડ (ડીજેબી)ની ઓફિસમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. હવે સ્થિતિ ગંભીર બની રહી છે.
બીજી બાજુ દ્વારકા જિલ્લામાં રવિવારે પાણી લેવા માટે લોકો વચ્ચે હિંસક મારામારી થઈ હતી જેમાં 3 લોકો ઘયલ થયા હતા. પોલીસે એવી ચોખવટ કરી હતી કે અહીં કોઈ કોમી લડાઈ થઈ નથી. આમ દિલ્હીમ પાણી રમખાણ ગંભીર બની રહ્યું છે.
આપ પાર્ટીએ આ ઘટનાનો બીજો વીડિયો શેર કર્યો હતો અને આક્ષેપ કર્યો છે કે તોડફોડ કરનારાઓ ભાજપના નેતાઓ અને કાર્યકરો હતા. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે જળ સંકટનો સામનો કરી રહેલા લોકો ગુસ્સામાં કંઈપણ કરી શકે છે, પરંતુ ભાજપના કાર્યકરોએ તેમને રોક્યા. આમ રવિવારે કટોકટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.
આ ઘટના બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા આપે લખ્યું, ‘જુઓ કેવી રીતે બીજેપી કાર્યકર્તાઓ ‘ભાજપ ઝિંદાબાદ’ ના નારા લગાવતા દિલ્હી જલ બોર્ડની ઓફિસને તોડી રહ્યા છે. એક તરફ હરિયાણાની ભાજપ સરકાર દિલ્હીના અધિકારો પર રોક લગાવી રહી છે તો બીજી તરફ બીજેપી દિલ્હીના લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહી છે. તેઓ દિલ્હીના લોકોને આટલો નફરત કેમ કરે છે?’
ભાજપનો જવાબ
ભાજપના નેતા રમેશ બિધુરીએ કહ્યું, ‘આ સ્વાભાવિક છે. જ્યારે લોકો ગુસ્સામાં હોય છે ત્યારે તેઓ કંઈપણ કરી શકે છે. હું ભાજપના કાર્યકરોનો આભારી છું કે જેમણે તે લોકોને કાબૂમાં રાખ્યા…આ સરકાર અને લોકોની સંપત્તિ છે. આ મિલકતને નુકસાન પહોંચાડવામાં કોઈ ફાયદો નથી.
મારામારીમાં 3 ઘાયલ
દ્વારકા જિલ્લામાં પણ લોકોમાં તણાવના સમાચાર આવ્યા હતા. . જાહેર નળમાંથી પાણી ભરવા બાબતે થયેલા ઝઘડામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમને ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે પુષ્ટિ કરી છે કે ઘટનાના સંબંધમાં બે પીસીઆર કોલ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોના નિવેદનના આધારે ક્રોસ કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અથડામણમાં કોઈ સાંપ્રદાયિક પાસું નથી અને તપાસ ચાલી રહી છે.