મધ્યપ્રદેશના નવા સીએમ યાદવ સામે જેડીયુએ કેવો મૂક્યો આરોપ ?
- વિડિયો વાયરલ કર્યો તેમાં શું છે ?
- કોનું અપમાન થયું હતું ?
મધ્યપ્રદેશમાં ભાજપે ઓબીસી નેતા મોહન યાદવને સીએમ જાહેર કરી દીધા છે. તેના આ પગલાની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે. બિહારના જેડીયુએ ભાજપને ઘેરતાં મોહન યાદવનો એક જૂનો વીડિયો શેર કર્યો હતો જે વાયરલ થઇ રહ્યો છે. જેડીયુના પ્રવક્તા નિરજકુમારે આરોપ મૂક્યો છે કે મોહન યાદવે માતા સિતાનું ઘોર અપમાન કર્યું હતું. ભાજપે તેને સીએમ બનાવ્યા છે અને ભાજપ નકલી સનાતની છે.
જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારએ એક્સ પર વીડિયો શેર કરતાં કહ્યું કે ભાજપનો હિન્દુત્વ ફેક છે અને તે ઉઘાડો પડી ગયો છે. તેમણે કહ્યું કે એ વાતની પુષ્ટી થઈ ગઈ કે ભાજપમાં ફેક સનાતનીને સન્માન મળે છે.