લવ જેહાદ અંગે કોર્ટે કેવી કોમેન્ટ કરી ? આરોપીને કેટલી સજા કરી ?
યુપીમાં સતત વધી રહેલા લવ જિહાદના મામલા વચ્ચે બરેલી ફાસ્ટટ્રેક કોર્ટે એક લવ જિહાદ કેસમાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ દરમિયાન કોર્ટે એમ કહ્યું હતું કે વિદેશી ફંડિંગથી જ લવ જિહાદની ઘટનાઓ વધી રહી છે.આ આંતરરાષ્ટ્રીય કાવતરું છે. આ બાબતે ભારે ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રવિ કુમાર દિવાકરે આ મુજબની ટિપ્પણી કરી હતી. એમણે એમ પણ કહ્યું હતું કે આવી ઘટનાઓમાં ધર્મ પરિવર્તન અને ધોખાબાજી પણ શામેલ હોય છે. જો કે મોટા ભાગે તો આવી ઘટનાઓ વિદેશી ફંડિંગથી જ આકાર લઈ રહી છે.
જજે કહ્યું હતું કે લવ જિહાદનો એક હેતુ એવો પણ છે કે જનસંખ્યામાં મોટા પાયે ફેરફાર કરી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તર પર હલચલ મચાવવાનો પણ આવા લોકોનો પ્લાન હોય છે. એક ધાર્મિક સમૂહની અંદર જે કટ્ટરપંથી લોકો છે તેમના દ્વારા આ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
જજે એમ પણ કહ્યું હતું કે મોટા પાયે બિન મુસ્લિમ કન્યાઓને લગ્ન દ્વારા ઇસ્લામમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. જજે 42 પાનાંનો આદેશ બહાર પાડીને પોતાની આકરી કોમેન્ટ તેમાં કરી હતી અને આરોપીને આજીવન કેદની સજા કરી હતી.
એમનો કહેવાનો મતલબ એવો હતો કે મોટા પાયે હિન્દુ મહિલાઓને લગ્ન કરીને ઇસ્લામમાં શામેલ કરવામાં આવી રહી છે , આ આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને તેના થકી જનસંખ્યા વધારવાનો પ્લાન છે.