વડાપ્રધાન મોદી સભામાં નીતિશકુમાર પર કેવી રીતે ભડકી ગયા ? જુઓ
વસતી નિયંત્રણ પર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિવાદાસ્પદ નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ નિશાન પર લીધુ હતું. મોદીએ મધ્ય પ્રદેશના ગુનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર માતા-બહેન સાથે કેવી ભાષામાં વાત કરી… તેમને કોઈ શરમ નથી. દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, જે ઈન્ડિયા ગઠબંધનના નેતા ઝંડો લઈને ફરી રહ્યા છે અને જેઓ દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે જાત-જાતના ખેલ ખેલી રહ્યા છે. તે ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર, જે સભામાં માતા-બહેનો હાજર હતા ત્યાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં ગંદી વાત કરી.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, એટલું જ નહીં ગઠબંધનનો એક પણ નેતા માતા-બહેનો પર આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. તેઓ તમારું શું ભલુ કરી શકશે? કેવું દુર્ભાગ્ય આવ્યુ છે. દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છે. તમારા સમ્માનમાં જે થઈ શકશે તે હું કરીશ.
