ભારતે કેનેડાને કેવી રીતે આપી રાહત ? જુઓ
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંબંધોઅત્યંત ખરાબ તહી ગયા હતા. કેનેડાના વડાપ્રધાનના આરોપોનો ભારતે જડબાતોડ જવાબ આપવા માટે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી પરંતુ નવા ફેરફારના રૂપમાં બે મહિનાના ગાળા બાદ ફરી ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
કેનેડા ભારતીયો અને ખાસ કરીને શિખો માટેનું એક મોટું હબ છે. ભારતના અનેક પરિવારો કેનેડા જઈને સ્થાયી થયા છે પરંતુ કેનેડામાંથી સમયાંતરે અમુક અસામાજિક, આમ તો આતંકવાદ સંબંધિત પણ કહેવાતી પ્રવૃતિઓ અમુક ખાલિસ્તાનીઓ અલગ રાજ્યની માંગણી સાથે કરી રહ્યાં છે.
કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ‘ભારત સરકારના એજન્ટો’ સામેલ હતા. જોકે ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કેનેડાના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે ભારતે દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવાની માંગ પણ કરી હતી.