દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સરકારને કેવી ટકોર કરી ? જુઓ
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે છે. ચંદ્રચુડે કહ્યું કે, લોકતંત્રમાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વિવિધ મંતવ્યો અને નાગરિક સમાજના સંગઠનો વચ્ચે સતત સંવાદની જરૂર હોય છે.
ચંદ્રચુડે કહ્યું કે, લોકતંત્રની સુંદરતા નૈતિક ભાવનામાં છે. લોકતંત્રમાં બહુમતનો પોતાનો રસ્તો હશે પરંતુ અલ્પસંખ્યકોને પણ પોતાની વાત કહેવાનો અધિકાર મળવો જોઈએ. CJIએ કહ્યું કે, લોકતંત્ર એ માન્યતા પર આધારિત છે કે, અધિકારનો કોઈ એવો પ્રાકૃતિક સ્ત્રોત નથી જે વ્યક્તિઓ પર શક્તિઓનો પ્રયોગ કરી શકે. એટલા માટે લોકો સ્વતંત્ર છે અને સમાન અધિકાર ધરાવે છે.
ચંદ્રચુડે ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (દેહરાદૂન)માં જસ્ટિસ કેશવ ચંદ્ર ધુલિયા મેમોરિયલ એસ્સે કોમ્પિટીશન કાર્યક્રમમાં કહ્યું કે, લોકતંત્ર હજુ પણ અસ્તવ્યસ્ત અને અપૂર્ણ છે પરંતુ તેમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો જડિત છે.
તેમણે આગળ કહ્યું કે, સહભાગી લોકતંત્રમાં માત્ર એક એવું લોકતંત્ર સામેલ છે જે વિચાર-વિમર્સને પ્રોત્સાહન આપે છે. જો કોઈ લોકતંત્ર પોતાના તમામ લોકોની જરૂરિયાતો વિશે ચર્ચાની રક્ષા ન કરી શકે તો તે તેના વચનોથી પાછળ છે.