ટ્રમ્પના ટેરિફ હુમલાથી ભારતને કેટલો મોટો ફટકો પડી શકે છે ? જુઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. મનીકંટ્રોલના વિશ્લેષણ મુજબ, ટ્રમ્પના નિર્ણયથી ભારતીય નિકાસ પર $1 બિલિયન (લગભગ રૂપિયા ૮૭૦૦ કરોડ) ની અસર પડી શકે છે. ભારતમાંથી નિકાસ થતા કુલ સ્ટીલનો એક નાનો હિસ્સો અમેરિકા પણ જાય છે. અમેરિકામાં આયાત થતા કુલ સ્ટીલમાંથી માત્ર 5% સ્ટીલ ભારતમાંથી આવે છે.

પરંતુ, સ્ટીલની તુલનામાં એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે આ જોખમ થોડું વધારે છે. ભારતની અમેરિકામાં થતી નિકાસમાં એલ્યુમિનિયમનો હિસ્સો લગભગ ૧૨% છે.જેથી અહીં વધુ ફટકો પડી શકે છે . દેશના ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ, ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રોમાં ફટકા પડી શકે છે . જો કે અન્ય એક અહેવાલ મુજબ ચીન દ્વારા મોટા પ્રમાણમાં સ્ટીલનું ભારતમાં ડમ્પિંગ થઈ શકે છે અને તેને પગલે દેશમાં મકાન અને સ્ટીલના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે તેવી સંભાવના છે .
2018 માં ટેરિફ વધ્યા ત્યારે શું થયું?
નવેમ્બર 2024 સુધીમાં, ભારતમાંથી અમેરિકામાં $777 મિલિયનના મૂલ્યનું એલ્યુમિનિયમ નિકાસ કરવામાં આવ્યું હતું. આ 2024 માં ભારત દ્વારા નિકાસ કરવામાં આવનાર $6.7 ટ્રિલિયનના માત્ર 11.5% છે. જોકે, એ પણ યાદ રાખવા જેવું છે કે વર્ષ 2018 માં, ડોનાલ્ડ ટ્રમ્પે આવો જ નિર્ણય લીધો હતો અને ભારત પર તેની અસર ખૂબ ઓછી જોવા મળી હતી.
કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે?
સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય મુખ્યત્વે કેનેડા, મેક્સિકો, યુરોપ અને જાપાન જેવા દેશોમાં જોવા મળશે. ડેટા એ પણ દર્શાવે છે કે ભારત પણ આમાંથી સંપૂર્ણપણે છટકી શકતું નથી. પુરવઠામાં વધારો થવાથી કિંમતો પર અસર પડશે અને આ ભારતની સ્ટીલ ઉત્પાદક કંપનીઓ માટે સારું રહેશે નહીં.