રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
રાજકોટના મેટોડા GIDC ગેઈટ નં.1 પાસે આવેલી હરસિધ્ધિ હોટલના સંચાલક પોલીસ સાથે મારામારી કરી પોલીસની વાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હોવાના આરોપ સાથે હોટલ સંચાલક બંધુ બળવંતસિંહ પ્રકાશસિંહ પરમાર અને પ્રદીપસિંહ પરમાર સામે મેટોડા પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ સાથે સરાજાહેર લુખ્ખાગીરી જેવું વર્તન કરી ધર્પણ કરનાર હોટલ સંચાલક બળવંતસિંહ પરમારની ધરપકડ કરી તેના ભાઈની પોલીસે શોધખોળ આદરી છે. ગત રાત્રે સરાજાહેર થયેલી ધમાલના પગલે હોટલ પર ટોળાં વળ્યા હતા.

પોલીસની ફરિયાદની જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રે પોલીસ દ્વારા મેટોડા વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું જેને લઈને પીએસઆઈ એન.બી. ઝાલા એએસઆઈ સુરભીબેન ગગનભાઈ, હેડ ધીરજયા અભિગ્રહ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ, અનિલભાઈ સરકારી જીપ જી.જે.03-જી.એ. 2005માં કોમ્બિંગ નાઈટ ટાઉનમાં હતો. હોટલો ચેક કરી રહ્યા હતા એ દરમિયાન રાત્રીના એકાદ વાગ્યે મેટોડા GIDC ગેઈટ નં.1 સામે આવેલી હરસિધ્ધિ હોટલવાળી વિવાદીત જગ્યા પર પોલીસે ચેકિંગ કર્યું હતું. હોટલ ખુલ્લી હોવાથી હોટલ સંચાલક બળવંતસિંહ પરમાર પાસેથી હોટલ રૂડા દ્વારા બંધ કરાવવામાં આવી છે. જેથી હોટલ ફરી ચાલુ કરી હોય આધાર-પુરાવા માગ્યા હતા. રૂડા દ્વારા સીલ કરાયેલી હોટલની જગ્યા પર કરી આ હોટલ ચાલુ હોવાથી પુરાવા માગતા સંચાલક બળવંતસિંહ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને બેફામ ગાળો દેવા લાગ્યો હતો. તેણે તેના ભાઈ પ્રદીપસિંહને ફોન કરીને સ્પીકર ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
પ્રદીપસિંહે પણ પોલીસને બેફામ બાળ ભરી હતી. પોલીસે આરોપીને ગાળો બોલતા અટકાવતા ઉશ્કેરાપેલ બળવંતસિંહ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો જેથી પોલીસે કાયદો હાથમાં ન લેવા સમજાવ્યો હતો પરંતુ માન્યો ન હતો. થોડીવારમાં PI સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. એવી ચર્ચા છે કે આરોપી બળવંતસિંહે PI સાથે હાથાપાઈ કરી હતી. પોલીસની ફરજમાં રૂકાવટ કરી કાયદો હાથમાં લેનાર આરોપી બળવંતસિંહને પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યો હતો એ સમયે પણ તેણે પોલીસની વાનના વાટે લાત ફટકારીને ફોડી નાખી વાનમાં નુકસાન કર્યું હતું. બનાવ સંદર્ભે પીએસઆઈ એન.બી. ઝાલાએ હોટલ સંચાલક બળવંતસિંહ અને તેના ભાઈ પ્રદીપસિંહ વિરૂધ્ધ ગુનો 1 નોંધાવ્યો નોંધાવ્યો હતો. રાત્રીના આરોપી બળવંતસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
પોલીસ પર હુમલો થયો છે તો હોટલનું ડિમોલિશન થશે કે કેમ?
મેટોડા GIDC ગેઈટ નં. 1 પાસે ઉભેલી હરસિધ્ધિ હોટલ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા વિવાદીત જગ્યા ગણીને હોટલ સીલ કરવામાં આવેલી છે આમ છતાં બહારના ભાગે પતરાના શેડ નીચે ચા-નાસ્તા, પાન-ફાકી, ઠંડાપીણાનો ધંધો ચાલે છે. રૂડા દ્વારા જો જગ્યા રૂડાની હોય તો શા માટે આ હોટલ ડિમોલિશન કરવામાં આવી નથી ? હવે પોલીસ પર હુમલો થયો છે તો તંત્ર જાગીને આ હોટલને જમીનદોસ્ત કરશે કે કેમ ? તેવું ત્યાંના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.