ગૃહમંત્રી અમિત શાહે કોની સામે સખત પગલાં લીધા ? વાંચો
દેશવિરોધી પ્રવૃત્તિ, આતંકવાદ અને ભાંગફોડવાદી લોકોને ભરી પીવા માટે કેન્દ્ર સરકાર સક્રિય છે અને આ દિશામાં તબક્કાવાર પગલાં લેવાની નીતિના ભાગરૂપે સખત એક્શન ચાલુ રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે જે કોઈ અમારા દેશની એકતા, અખંડતાની વિરુધ્ધ કામ કરશે તેને છોડવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યા હતા.
અમિત શાહે X (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને જમ્મુ -કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે. સરકારનો સંદેશ સપષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કાર્ય કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
મસરત આલમ વર્ષ 2020માં ખીણમાં પ્રો-આઝાદી પ્રોટેસ્ટનો મુખ્ય આયોજકોમાંનો એક હતો. આ દરમિયાન દેખાવ બાદ આલમની કોઈ અન્ય નેતા સાથે ધરપકડ કરવામાં આવી હતી અને 2015માં મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જ પીડીપી અને ભાજપના ગઠબંધનમાં તિરાડ પડી હતી.