યુપીના સંભલમાં હિન્દુઓની વસતિ 45 થી ઘટી 20 ટકા થઈ : રમખાણો અંગે તપાસ બાદ પંચનો અહેવાલ
ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલી તપાસ સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ લીક થયા બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એવું બહાર આવ્યું છે કે 24 નવેમ્બર 2024 ના રોજ સંભલમાં થયેલી હિંસા પૂર્વઆયોજિત અને ષડયંત્રનું પરિણામ હતી. એ જ રીતે સંભલમાં હિન્દુઓની વસતિ 45 ટકાથી ઘટીને 15 થી 20 ટકાજ રહી ગઈ છે. અહીં આતંકીઓના પણ અડ્ડા સ્થપાઈ ગયા છે.
રિપોર્ટ અનુસાર, આઝાદી પછી સંભલમાં 15 મોટા રમખાણો થયા છે. 1990, 1992, 1995, 2001 અને 2019 પછી, 2024 માં ફરી એકવાર હિંસા થઈ. આઝાદી સમયે, સંભલ મ્યુનિસિપલ વિસ્તારમાં 55% મુસ્લિમો અને 45% હિન્દુઓ રહેતા હતા, પરંતુ સતત રમખાણો અને તુષ્ટિકરણની રાજનીતિએ વસ્તી વિષયક સ્થિતિ બદલી નાખી. હાલમાં, સંભલની લગભગ 85% વસ્તી મુસ્લિમ છે અને ફક્ત 15-20% વસ્તી હિન્દુ છે. આમ અહીં અનેક રીતે મહત્વના ફેફયર થયા છે એન તેને લઈને પણ લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને અનેક સવાલો પણ થઈ રહ્યા છે .
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર 7 સહિત રાજ્યનાં 30 શિક્ષકોને ‘બેસ્ટ ટીચર’નો એવોર્ડ મળશે : પ્રાથમિકના 15 અને માધ્યમિકના 15 શિક્ષકોની પસંદગી
જો કે આગામી ડોવસોમાં કોઈ મોટા મસ્જિદ સમિતિ અને નેતાઓ પર આરોપો તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 22 નવેમ્બર 2024 ના રોજ સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કના વિવાદાસ્પદ ભાષણે હિંસાનો પાયો નાખ્યો હતો. નમાઝીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “અમે આ દેશના માલિક છીએ, નોકર-ગુલામ નહીં. મસ્જિદ કયામત સુધી હતી, છે અને રહેશે. અમે અહીં અયોધ્યા બનવા દઈશું નહીં.”
આ પણ વાંચો : 2 મહિનાના બ્રેક બાદ 1 સપ્ટે.થી રાજકોટથી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે : એરઇન્ડિયાની વેબસાઈટ પર બુકીંગ શરૂ
આ પછી, 24 નવેમ્બરના રોજ, તુર્ક અને પઠાણ સમુદાયો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ બર્ક, ધારાસભ્યના પુત્ર સુહેલ ઇકબાલ અને જામા મસ્જિદની ઇન્તેઝામિયા સમિતિએ આ સમગ્ર કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બહારના લોકોની ભાગીદારી રિપોર્ટમાં જણાવાયું છે કે બહારના તોફાનીઓને રમખાણો માટે બોલાવવામાં આવ્યા હતા. યોજના હેઠળ, હિન્દુઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ હિન્દુ વિસ્તારોમાં પોલીસની હાજરીને કારણે, એક મોટી ઘટના ટળી ગઈ. તે જ સમયે, પરસ્પર દુશ્મનાવટને કારણે, તુર્કો અને પઠાણો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ.
