ગોંડલ રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે હાઇકોર્ટે 3 એસપીના માંગ્યા નામ : અન્ય એજન્સીને સોંપાઈ શકે છે તપાસ
ગોંડલ રાજકુમાર જાટનાં મૃત્યુ કેસમાં હાઈકોર્ટએ સ્વતંત્ર તપાસ માટે સરકાર પાસેથી ત્રણ એસપીના નામ માંગ્યા સાથોસાથ અફએસએલનો રિપોર્ટ પણ શંકાસ્પદ ગણાવાયો. વધુ સુનાવણી માટે આગામી તા. 15 મુકરર કરાઈ છે.
ગોંડલના રાજકુમાર જાટની રાજકોટ નજીક કુવાડવા રોડ પરથી અકસ્માત થયેલી હાલતમાં લાશ મળી હતી. તે પૂર્વેના દિવસો અગાઉ રાજકુમાર જાટને ગોંડલના વર્તમાન ધારાસભ્ય રિટાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે માર માર્યાના આક્ષેપ થયા હતા. મૃતકના શરીર પર ઈજાના 42 ઘા પણ મળ્યા હતા.
સમગ્ર મામલે મૃતકના પિતાએ જે તે સમયે પોલીસમાં પોતાના પુત્રની હત્યા થયાની શંકા દર્શાવી હતી. જો કે પોલીસે રાજકુમાર જાટનુ બસ અકસ્માતમાં મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. ઘટના બાબતે રાજુકુમારના પતિએ તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટ દ્વારા આજે પહેલી સુનાવણીમાં FSLને રિપોર્ટ શંકાસ્પદ દર્શાવાયો હતો અને ઘટનામાં તપાસ માટે ત્રણ એસપીના નામ આપવા સરકારને જણાવ્યું છે.હવે વધુ સનાવણી આગામી 15 તારીખે થશે.
આ પણ વાંચો :કતાર એરવેઝમાં માંસ ખાનાર વૃદ્ધ શાકાહારી મુસાફરનું મોત : કેલિફોર્નિયાના નિવૃત્ત કાર્ડિયોલોજિસ્ટ હતા મૃતક
મૃતકના પિતાના શંકાસ્પદ મુદાને રજુઆતને ધ્યાને લઇને એસપીના વડપણ હેઠળની તપાસ થશે તો આગામી દિવસોમાં આ કેસમાં કેવો વળાંક આવશે તે બાબતે ગોંડલમાં ફરી ચર્ચાએ જોર પકડયું છે. આ કેસની તપાસ સીબીઆઈને સોપવા માટે પણ કદાચ તજવીજ થઈ શકે.
