પુણેમાં ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ : 4 લોકો હતા સવાર, દુર્ઘટનાનો વિડીયો આવ્યો સામે
પુણેમાં ભારે વરસાદ વચ્ચે 4 લોકોને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પુણે જિલ્લાના પૌડ ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું છે. તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકોમાંથી કેપ્ટનને ઈજા થઈ હતી અને તે હોસ્પિટલમાં દાખલ છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Visuals of how a private helicopter crashed near Paud village in Pune, Maharashtra. 4 persons were travelling in the helicopter. No casualties.
— Amol Parth (@ParthAmol) August 24, 2024
The helicopter, which belongs to a private aviation company, was flying from Mumbai to Hyderabad. pic.twitter.com/wC9GHlhxxW
પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે પૂણે જિલ્લાના પૌડ ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં 4 લોકો હતા. તેણે જણાવ્યું કે આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું.

દેશમુખે કહ્યું કે હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકોમાંથી કેપ્ટનને ઈજા થઈ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના ત્રણ લોકોની હાલત સ્થિર છે.

માહિતી અનુસાર, હેલિકોપ્ટર, AW 139, મુંબઈના જુહુથી ઉડાન ભરીને હૈદરાબાદ જઈ રહ્યું હતું ત્યારે તે પૌડ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં કેપ્ટન આનંદ ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે હેલિકોપ્ટર ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ખરેખર, નજીકમાં હાજર લોકોએ હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયો હવે સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર ક્રેશ થતું જોઈ શકાય છે. વીડિયોમાં હેલિકોપ્ટર એક જગ્યાએ બેકાબૂ રીતે ફરતું જોવા મળે છે. થોડા સમય પછી હેલિકોપ્ટર જમીન પર ક્રેશ થાય છે અને વીડિયો પણ ખતમ થઈ જાય છે. અન્ય એક વીડિયોમાં પોલીસકર્મીઓ સાથે સ્થાનિક લોકો ઘટનાસ્થળે જોઈ શકાય છે. જ્યાં હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલું છે.
