ભારે વરસાદે કયા રાજ્યોમાં વેર્યો વિનાશ ; કેટલા મોત ? જુઓ
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે સોમવાર સુધી . 24 લોકોના મોત નોંધાયા હતા. 17 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પાણી ભરાયા છે. જેના કારણે મોટા પ્રમાણમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લગભગ 140 ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
એ જ રીતે જમ્મુ કાશ્મીરમાં ભુપ્રપાતને પગલે વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર 2 યાત્રિકોના મોત થયા હતા. હેલિકોપ્ટર અને બેટરી કાર સેવા પણ બંધ કરવી પડી હતી. અનેક લોકો ઘાયલ પણ થયા હતા અને એમની સારવાર કરાઇ રહી છે. અનેક શ્રધ્ધાળુઓ આ માર્ગ પર ફસાયા હતા.
આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદને કારણે 15 લોકોના મોત થયા હતા. તો તેલંગાણામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આંધ્રમાં પૂરના પાણીમાં વધુ ત્રણ લોકો વહી ગયા હોવાની આશંકા છે. તેલંગાણામાં વધુ એક વ્યક્તિ ગૂમ છે.
જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વર્સસદ બાદ ભુપ્રપાતને લઈને તંત્ર દ્વારા અને જવાનોએ બચાવ રાહત ઓપરેશન શરૂ કરી દીધું હતું. અહીં સોમવારે સતત ભારે વરસાદ થયો હતો.