રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના : પિતાની પાછળ ઘરમાંથી ઘરમાંથી નીકળેલી 1 વર્ષની બાળકીને કાર ચાલકે કચડી નાખી
શહેરના વેલનાથપરામાં પિતા ધરની બહાર નીકળતાં તેની પાછળ-પાછળ નીકળેલી એક વર્ષની બાળકીને એક કાર ચાલકે કચડી નાખતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી ડિવઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
બનાવ અંગે વેલનાથપરા શેરી નં.૨૨માં રહેતા બાળકીના પિતા જયેશ અમુભાઈ બાબરીયાએ પોલીસમાં સ્વિફ્ટ કાર નં. નં. જીજે-04-પીએ-5731ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિવારે રાત્રીના 8 વાગ્યા આસપાસ પોતે પત્ની અને બે બાળકી સાથે વેલનાથપરામાં રહેતા માતાના ઘરે બેસવા માટે ગયા હોય તે દરમિયાન અહીં શેરી સાંકડી હોય જેના કારણે શેરીમાંથી પસાર થયેલ એક સ્વીટ કારના ચાલકને પર પાસે પાર્ક કરેલું બાઈક નડતર થતું હતું. જયેશભાઈ ઘરની બહાર નીકળી પોતાનું બાઈક દૂર ખસેડતાં હોય તે દરમિયાન તેમની પાછળ-પાછળ આવેલી એક વર્ષની પુત્રી કાવ્યને કાર ચાલકે હડફેટે લીધી હતી. અને બાળકી પર ડ્રાઈવરનું સાઈડનું ટાયર ફરી વળ્યું હતું.
અકસ્માત બાદ ચાલકે તુરંત કાર રોકી હતી. બાળકીના પિતાએ પુત્રીને જોતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હોય જેથી આ સ્વીફ્ટ કારમાં જ બાળકીને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડતાં ઈમરજન્સી વિભાગના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બાળકીને હડકેટે લેનાર કાર ચાલક સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટયો હોય ત્યારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.