હૈયું હચમચાવતી ઘટના : YOUTUBE વીડિયો જોઈને પ્રેમીની મદદથી પતિની કરી હત્યા, કાનમાં ઝેરી દવા નાખી મોતને ઘાટ ઉતાર્યો
તેલંગાણાના કરીમનગરમાં રહેતા સંપથ નામના વ્યક્તિની પત્ની રામદેવીએ હત્યા કરી નાખી છે. સંપથ એક લાયબ્રેરીમાં કામ કરતો હતો. તેના લગ્ન રામદેવી નામની એક યુવતી સાથે થયા અને લગ્નજીવન બાદ બે બાળકોનો જન્મ થયા હતાં. સંપથે દારૂના નશામાં પત્ની હાથ ઉપાડવાનું શરુ કર્યું હતું.
પત્ની રામદેવી પરિવારનું ગુજરાન ચલાવવા માટે નજીકમાં નાસ્તાની એક નાની દુકાન ચલાવતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક કરણ રાજય્યા નામના આધેડ વયના વ્યક્તિ સાથે થાય છે. બન્ને વચ્ચે પહેલા મિત્રતા થયા છે અને પછી સંબંધ આગળ વધી જાય છે. ઘરે પતિ મારામારી કરતો હતો અને રાજય્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી રામદેવીને પતિની હત્યા કરવાનો વિચાર કર્યો. મહત્વની વાત એ છે કે, હત્યાનો પ્લાન ઘડવા માટે તેણે યુટ્યુબમાં વીડિયો જોયા હતાં. હત્યા કેવી રીતે કરવી અને હત્યા બાદ પુરાવાનો કેવી રીતે નાશ કરવો તેના વીડિયો યુટ્યુબમાં જોયા હતા તેવું પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે.
રાજય્યા અને શ્રીનિવાસ દારૂની લાલચ આપીને સંપથને એક જગ્યાએ બોલાવે છે. અહીં સંપથને ચિક્કાર દારૂ પીવડાવવામાં આવે છે. બાદમાં સંપથના કાનમાં દવા નાખી દેવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળ પર જ સંપથનું મોત થઈ ગયું હતું.
