કાળજું કંપાવતી ઘટના : રક્ષાબંધનના દિવસે જ ભાઈ કાળ બન્યો,પહેલા રાખડી બંધાવી અને પછી સગી બહેનની કરી હત્યા
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ગરૌઠા વિસ્તારમાં એક આઘાતજનક ઘટનામાં એક ભાઈએ રક્ષાબંધનની ઉજવણી બાદ પોતાની 18 વર્ષીય બહેન કુમારી સહોદર ઉર્ફે પુટ્ટીની હત્યા કરી નાખી. પોલીસ આ હત્યા તેના બહેનના પ્રેમસંબંધથી નારાજગીને કારણે થઈ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ બારામાં પુટ્ટીના ભાઈ અરવિંદ (ઉંમર 25 વર્ષ) અને તેના મિત્ર પ્રકાશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએ પુટ્ટીની હત્યા કરતા પહેલા તેના પ્રેમીની પણ હત્યા કરી હતી.
આ પણ વાંચો : દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના
પોલીસના જણાવ્યા અનુસાર, ચાર મહિના પહેલા પુટ્ટી અને તેનો 19 વર્ષનો પ્રેમી વિશાલ ઘરેથી ભાગી ગયા હતા, પરંતુ બંને પરિવારો વચ્ચે સમાધાન થયા બાદ તેઓ પાછા ફર્યા હતા. જોકે, થોડા સમય બાદ બંને ફરીથી મળવા લાગ્યા, જે અરવિંદને પસંદ નહોતું.
આ પણ વાંચો : પાકના સૈન્ય વડા મુનીરે મુકેશ અંબાણીના ફોટો સાથે બિઝનેસ મથકો પર હુમલાની આપી ધમકી, અમેરિકામાં ફરી ભારતની ઉશ્કેરણી કરી
પૂણેથી ગામમાં પાછા ફર્યા બાદ અરવિંદે પ્રકાશ પ્રજાપતિની મદદથી વિશાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને 7 ઓગસ્ટે નોકરીનું બહાનું આપીને વિશાલને લઈ જઈને તેને પતાવી દીધો હતો. એ દરમિયાન રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવ્યા બાદ અરવિંદે દવા લાવવાના બહાને પુટ્ટીને લઈ જઈને તેની પણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ અરવિંદ ૨ બહેનન માથે મુંડન કરી નાખ્યું હતું. તેની લાશ ચંદ્રપુરા ગામના દાદા મહારાજ પ્લેટફોર્મ નજીક એક નિર્જન વિસ્તારમાં મળી આવી હતી.પોલીસે બંને હત્યાની તપાસ હાથ ધરી છે.
