પરફ્યુમ ઉત્પાદકોની કઠણાઈ : પ્રોહીબીશન એક્ટ મામલે હાઇકોર્ટનું શરણુ
ગુજરાતના પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે. ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકો દ્વારા ગુજરાત સરકારની દખલગીરીને પણ કરાઈ ચેલેન્જ કરી છે જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઈઝ વિભાગ દ્વારા સુપરવિઝન ફી માંગવામાં આવી રહીં હોવાની દલીલ કરાઈ છે.
આ ઉપરાંત આલ્કોહોલ હ્યુમન કંઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરવામાં આવે છે તેવી રજૂઆત કરાઈ હતી સાથે જ પ્રોહિબિશન વિભાગે ઔધોગિક આલ્કોહોલના ઉપયોગ માટે સુપરવિઝન ફી માંગી હતી જેનો ઇન્કાર કરતા એકમોનું લાયસન્સ કેન્સલ કરાયું હોવાનો અરજદાર એ દાવો કર્યો છે.
પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.કેન્દ્રના ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ એક્ટમાં 2016ના સુધારાને ટાંક્યો હતો અને કહ્યું કે ઔદ્યોગિક આલ્કોહોલના ઉપયોગના લાયસન્સિંગ અને નિયમનને નિયંત્રિત કરવાની સત્તા કેન્દ્ર સરકારનું ડોમેન છે.ગુજરાત હાઇકોર્ટે કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે ત્યારે આ સમગ્ર કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે મુકરર કરાઈ છે