મમતા સરકારનો દુષ્કર્મ વિરોધી ખરડો રાજ્યપાલે અટકાવ્યો
રાજ્યપાલે કહ્યુ કે રાજ્ય સરકારે ટેકનીકલ રીપોર્ટ મોકલ્યો જ નથી
મમતા બેનર્જીની સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં પસાર કરેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ બિલને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે અટકાવી દીધું છે. રાજ્યપાલે કહ્યું કે મમતા બેનર્જીની સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. તેના વિના આ બિલ મંજૂર થઈ શકે નહીં.
આ બિલ પર પ્રતિબંધ મૂકતી વખતે રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું હતું કે મમતા બેનર્જીની સરકારે આ બિલ ને લઈને કોઈ તૈયારી કરી નથી. તેમણે વધુમાં કહ્યું કે મમતા બેનર્જીની સરકારે અગાઉ પણ વિધાનસભામાં પસાર થયેલા બિલો નો ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો ન હતો, જેના કારણે ઘણા બિલો હજુ પેન્ડિંગ છે. મમતા બેનર્જીની સરકારે બિલ પર રોક લગાવ્યા બાદ આનંદ બોઝ પર નિશાન સાધ્યું છે.
વિધાનસભામાં આ બિલ પાસ કરતી વખતે મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બિલ દેશના બાકીના રાજ્યો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. આ વિધેયક દ્વારા બળાત્કાર પીડિતા અને તેમના પરિવારજનોને વહેલી તકે ન્યાય મળશે અને આ બિલ કેન્દ્રીય કાયદામાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે.