સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 190 જગ્યાની ભરતી માટે આખરે સરકારની મંજૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 190 જગ્યાઓની ભરતી બહાર પડતા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે અમે RTI હેઠળ માહિતી માંગી ખાલી પડેલી મહત્વની જગ્યાની ભરતી થાય તે માટે છેલ્લા એક વર્ષથી સરકારમાં રજૂઆતો કરી હતી. છેલ્લે ૨૫ માર્ચના વિધાનસભામા વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની કક્ષાએથી સરકારમા રજૂઆત કરી હતી અને યુનિવર્સિટી તંત્રની કથળતી વાસ્તવિકતા અંગે મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા અંતે શિક્ષણવિભાગે ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી આપી તે આવકારદાયક છે.
આ પણ વાંચો : DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ
ખાલી પડેલી જગ્યાઓથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી કામો ખૂબ ઝડપથી અને સરળતાથી થશે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતોમા અનેક મુશ્કેલીઓનો ઉકેલ આવી શકશે.સરકારે ભરતીની જે સમય મર્યાદા નક્કી કરી છે તે પ્રમાણે ભરતી સુવ્યવસ્થિત અને પારદર્શકતાથી તાકીદે કરવા અમે આશા રાખી છે.