વધતાં ભાવ વચ્ચે સોના-ચાંદીની ખરીદીમાં ગોલ્ડન ટાઇમ: ગુજરાતીઓ એક મહિનામાં 600 કરોડની જ્વેલરી ખરીદશે
સોના અને ચાંદીની ખરીદી માટે વધતાં ભાવ વચ્ચે “ગોલ્ડન ટાઇમ” ચાલી રહ્યો છે, તહેવારોની આ સિઝનમાં ગુજરાતીઓ 600 કરોડની જ્વેલરી ખરીદશે તેવો અંદાજ બુલિયન એક્સપર્ટ કરી રહ્યાં છે.એક વર્ષમાં સોનામાં સવાયું કરતાં પણ વધુ અને ચાંદીમાં બમણું વળતર રોકાણકારોને મળ્યું છે.
દિવાળી એટલે કે આ વર્ષનાં આખરી તબક્કામાં સોનુ 1,25,000 ની સપાટીને પાર કરી જાય એવી આગાહી વચ્ચે લોકો પણ ભાવ હજુ વધશે તેવી ધારણા કરીને સોનુ ખરીદી રહ્યા છે.આ 9 મહિનામાં સોનાનો ભાવ એકધારો વધી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, પીળી ધાતુમાં રોકાણ મુદ્દે સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. માત્ર રોકાણકારો જ નહીં પણ બેંક દ્વારા પણ ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :લો બોલો! પ્લોટ ફાળવ્યા 30 અસામીઓને અને મકાન બની ગયા 61, જાણો શું છે રાજકોટની આરાધના સોસાયટીનો શરતભંગ કેસ
બુલિયન વિશ્લેષકોના મતે ગુજરાતમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 25 ટન જેટલું સોનું આવ્યું હોય પરંતુ સરેરાશ 30 ટનથી વધુ સોનાનું વેચાણ થયું છે. ભવિષ્યમાં સોનુ મોંઘુ થશે એવા અહેવાલ બાદ રોકાણ વધી રહ્યું છે. સોનાની કિંમત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 49 ટકા વધી છે. જ્યારે ચાંદીમાં 60 ટકા જેટલું વળતર મળ્યું છે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્રના 12 જળાશયોમાં પાણીની આવક : 11 ડેમના દરવાજા ખોલાયા, વરસાદના સારા રાઉન્ડને કારણે 10 ડેમ ઓવરફ્લો
ગુજરાતના જાણીતા જ્વેલર્સ જીગરભાઈ સોનીના મત મુજબ ગુજરાતીઓ તહેવારની આ સિઝનમાં 600 કરોડથી વધુની જ્વેલરી ખરીદશે, આ વર્ષે સોનાનો ભાવ વધ્યો છે, અત્યારે લોકો પોતાના બજેટને અનુરૂપ જ્વેલરી ખરીદશે, જો કે દર વર્ષ કરતાં ઓછું વેચાણ થશે પણ ભાવ વધારે હોવાથી વેપારનો આંકડો મોટો આવશે.
સોમવારે સોનુ અને ચાંદી ઓલ ટાઇમ હાઇ
સોમવારે બજાર ખુલતાની સાથે જ સોનુ અને ચાંદી બંને રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે, દશેરાની પૂર્વ સંધ્યાએ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ આવી 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,19,000 ની સપાટીએ જ્યારે ચાંદીમાં 6000 ના વધારા સાથે 1.5 લાખની સપાટીએ આવી ભાવમાં થોડો ઘટાડો થયો હતો.
