સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા…વાંચો આજના ભાવ
તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે તણાવ જોવા મળ્યો તેણે આગ ઝરતી તેજીમાં ઘી પૂરવાનું કામ કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ આજે 41 રૂપિયાના ઘટાડા સાથે 71775 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. ગઈ કાલે સોનું 71816 રૂપિયા સ્તરે બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું (22 કેરેટ) આજે 38 રૂપિયાના ઘટાડા સાથે 65746 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ગઈ કાલે સાંજે 65784 રૂપિયે બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં હાલ તેજી જોવા મળી છે. 208 રૂપિયાની તેજી સાથે ચાંદીનો ઓપનિંગ રેટ 81500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. જ્યારે ગઈ કાલે ક્લોઝિંગ રેટ 81292 રૂપિયા હતો.