તહેવારો ટાણે ‘સોનુ’ દરરોજ રૂ.1000 વધ્યું: 10 મહિનામાં 10 ગ્રામએ 55,000નું રિટર્ન, ધનતેરસે લગ્નગાળાની ખરીદી નીકળે તેવી આશા
તહેવારો ટાણે સોનુ અને ચાંદી બંને ધાતુ અણમોલ થઈ છે.ભાવમાં તેજ ગતિએ મોટો ઉછાળો આવ્યો છે.ધનતેરસ નજીક છે ત્યારે સોનાનો ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસો.મુજબ 10 ગ્રામ એ 1,26,792 નોંધાયો છે જ્યારે રાજકોટની સોની બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 1,31,000 બોલાય રહ્યા છે.ચાંદીમાં પણ જબરો ઉછાળો આવ્યો છે જેમાં 1 કિલો ચાંદી 1,61,572 જેમાં પ્રીમિયમમાં 1,78,000 સુધી ચાંદી ઉંચકાઈ હતી.
વર્ષ 2025ની શરૂઆતથી જ સોનુ આગેકૂચ કરી રહ્યું છે.80,000થી લઈ અત્યારે સોનાની સપાટી 1 લાખને પાર તો ઠીક સવા લાખને પાર કરી 1,31 લાખએ પહોંચી છે.જેમાં નવરાત્રિ-દશેરાએ તો એટલે કે આ મહિનામાં દરરોજ સોનામાં 1000 નો વધારો થઈ રહ્યો છે.આ વર્ષે 10 મહિનામાં સોનુ 55,000 મોંઘુ થયું છે.ચાંદીમાં 1 લાખનો વધારો અને રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું છે.
આ પણ વાંચો :PM મોદીને 1.11 કરોડથી વધુ આભાર માનતા પોસ્ટકાર્ડ લખી સહકાર વિભાગે સર્જ્યો રેકોર્ડ : અભિયાનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
સૌરાષ્ટ્રવાસીઓને લાગે વળગે છે ત્યારે તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન સોનુ ખરીદાતું હોય છે. નવરાત્રી થી લઈ દિવાળી સુધીના સમયગાળામાં સૌથી વધારે સોના ચાંદીના દાગીનાની ખરીદી થતી હોય છે. આ વર્ષે સોનું અને ચાંદી બંનેની કિંમતમાં મોટો વધારો થયો હોવાથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબ જ ગોલ્ડની ખરીદી કરી છે જેમાં મંગળવારે પુષ્ય નક્ષત્રનાં દિવસે મોટી માત્રામાં ખરીદી થતી હોય છે ત્યારે રાજકોટમાં 40% દર વર્ષની સરખામણીએ ઓછી ખરીદી નોંધાય છે.
આ પણ વાંચો :રિયલ લાઈફ રેન્ચો! ચાલતી ટ્રેનમાં મહિલાને થયો પ્રસૂતિનો દુખાવો, યુવકે ‘3 Idiots’ સ્ટાઇલમાં કરાવી ડિલિવરી, જુઓ વિડીયો
જ્યારે બીજી તરફ સુરત અને અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર સોની વેપારીઓ માટે સુવર્ણ અવસર સાબિત થયો છે. રાજકોટમાં હવે ઝવેરીઓની ધનતેરસ પર આશા મંડાયેલી છે. જોકે જ્વેલર્સએ કહ્યું હતું કે, સોના ચાંદી ઉચા ભાવના કારણે મોટાપાયે પ્રભાવિત થશે એ વાત ખોટી છે. લોકોએ રોકાણ તરીકે વિકલ્પ અપનાવીને સિક્કા અને લગડી ની ખરીદી કરી છે જ્યારે હવે ધનતેરસે લગ્ન પ્રસંગને અનુરૂપ સોના અને ડાયમંડ જ્વેલરી ની ખરીદી થશે તેવી આશા છે.
