સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી: 1,12,000 નજીક,ચાંદીમાં પણ જબરો ઉછાળો
સોમવારે માર્કેટ શરૂ થતાંની સાથે સોનુ અને ચાંદી બંનેમાં જબરો ઉછાળો આવ્યો હતો. બંને ધાતુમાં રેકોર્ડ બ્રેક તેજીને પગલે રાજકોટની સોની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,11,300એ ખુલ્યા બાદ માર્કેટ બંધ થવા સમયે 1,11,500 સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો : ભારે કરી! રાજકોટમાં સાયકલ સવાર આધેડ પણ હેલ્મેટ પહેરીને નીકળ્યા : હેલ્મેટ પહેરેલા વાહનચાલકોનું ગુલાબ આપી કરાયું સન્માન
જ્યારે ચાંદી પર 1 કિલોએ સવા લાખની સપાટીને પાર કરી ગઇ છે.તહેવારો સમયે જ બંને કિંમતી ધાતુમાં આગઝરતી તેજી જોવા મળી છે.ઝવેરી માર્કેટમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આવતા ત્રણ વર્ષમાં બમણાથી પણ વધુ ભાવ વધી ગયા હોવાનું સોની બજારનાં જાણકારો જણાવી રહ્યા છે. બુલિયનના વેપારીઓએ એવું પણ અનુમાન કર્યું છે કે આવનારા ત્રણ વર્ષમાં 2028 સુધીમાં સોનાનો ભાવ વધીને બે લાખ સુધી પહોંચી શકે છે…!!
આ પણ વાંચો : આજથી એશિયા કપનો પ્રારંભ : આ ટીમ સામે ભારત રમશે પોતાની પહેલી મેચ, એક ક્લિકમાં અહીં જુઓ મેચનો સમય, શેડ્યૂલ અને તમામ વિગતો
આ બધા જ મુખ્ય પરિબળોમાં ટ્રમ્પની નીતિ,ટેરીફ, ફેડરલ બેન્ક દ્વારા સોનાની ખરીદી, વૈશ્વિક કક્ષાએ સોનાની વધતી માંગને લઈ ભવિષ્યમાં સોનાના ભાવ ઓછામાં ઓછા 5000 ડોલર સુધીની પહોંચવાની ધારણા ગોલ્ડમેન શેક દ્વારા પણ કરવામાં આવી છે