દિવાળીએ ફરવા જાવ-એન્જોય કરો પણ ઘરને સુરક્ષિત કેમ રાખશો? આ આઠ મુદ્દા ધ્યાન પર લેવા પોલીસની અપીલ
દિવાળી આડે હવે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આ પર્વને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય ખાસ કરીને બહારગામ ફરવા જવાનો ટ્રેન્ડ વધુ છે. બીજી બાજુ આ પર્વનો લાભ લઈ તસ્કરો પણ બંધ મકાનમાં હાથફેરો કરતા જરા પણ ખચકાટ અનુભવતા ન હોય પર્વની ખુશી ગમમાં પરિવર્તિત થઈ જતી હોય પોલીસ દ્વારા અત્યારથી જ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :કુલદીપ યાદવ 5 વખત 5 વિકેટ લેનારો ડાબા હાથનો રિસ્ટ સ્પિનર બન્યો: જૉની વર્ડલેના 68 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી
શહેર પોલીસ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે.
- તહેવાર દરમિયાન બહારગામ જવાનું થાય તો ઘર વ્યવસ્થિત લોક કરીને જવું જોઈએ.
- આ ઉપરાંત ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજવસ્તુ ન રાખવી
- જો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ અથવા લોકરમાં રાખવી
- ઘરના સીસીટીવી કેમેરા ચાલું છે કે નહીં તેની ખરાઈ કરી લેવી
- ઘર બંધ કરી વધુ દિવસો માટે બહાર ફરવા જાવ ત્યારે ફોટો કે વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ ન કરવા
- વધુ દિવસ સુધી બહાર રહેવાનું હોય તો નજીકના પોલીસ મથકને જાણ કરીને જવી
- ભીડભાડવાળી જગ્યાએ ખરીદી કરવા જવાનું થાય તો પોતાની પાસે રહેલા સામાન, પર્સ, મોબાઈલ, ઘરેણાનું ખાસ ધ્યાન રાખવું
- કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ 112 ઉપર ફોન કરવો.
