કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો : ઓમર અબ્દુલ્લા કેબિનેટે ઠરાવ પસાર કર્યો
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ રચાયેલી નેશનલ કોન્ફરન્સની સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા નવી દિલ્હી જશે અને ઠરાવનો ડ્રાફ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપશે. જો કે, પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોને વિધાનસભાને બદલે કેબિનેટ દ્વારા રાજ્યના દરજ્જા માટે ઠરાવ પસાર કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
સજાદ લોનને એક્સ પર લખ્યું હતું કે, “કેબિનેટ જમ્મુ અને કાશ્મીરના લોકોની ઈચ્છા અને અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતું નથી. મારી જાણકારી મુજબ, રાજ્યનો દરજ્જો અથવા કલમ 370 જેવા મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે વિધાનસભા એ યોગ્ય સંસ્થા છે.”
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વિધાનસભ્ય વાહીદ પરાએ પણ કેબીનેટના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે X પર લખ્યું કે, “ઓમર અબ્દુલ્લા સરકારનો રાજ્યનો દરજ્જા અંગેનો પ્રથમ ઠરાવ 5મી ઓગસ્ટ, 2019ના નિર્ણયને સુધારવા જેવો જ છે. કલમ 370 પર કોઈ ઠરાવ નથી કરવામાં આવ્યો અને માત્ર રાજ્યનો દરજ્જો આપવાની માંગએ યોગ્ય નથી, ખાસ કરીને કલમ 370 પુનઃસ્થાપિત કરવાના વચન પર મત માંગ્યા પછી.