“ઘોસ્ટ ઓફ ધ માઉન્ટન” : હિમાચલના બર્ફીલા પહાડોમા છુપાઈને રહેતા સ્નો લેપર્ડની વસતિ થઇ બે ગણી થઈ
હિમાચલ પ્રદેશમાં દુર્લભ ગણાતા સ્નો લેપર્ડની સંખ્યા લગભગ બે ગણી થઇ ગઈ છે. 2021માં તેની સંખ્યા 44 નોંધાઈ હતી તે હવે વધીને 83 થઇ ગઈ છે. સ્નો લેપર્ડને ઘોસ્ટ ઓફ ધ માઉન્ટન એટલે કે પહાડીઓમાં છુપાયેલું ભૂત કહેવામાં આવે છે. કારણ કે તે શરમાળ હોય છે અને પહાડોમાં છુપાઈને રહેનારા જીવ છે.
હિમાચલ પ્રદેશ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશનના સર્વેક્ષણ દરમિયાન 26 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને સ્પીતી, પીન વેલી, ટાબો અને કિન્નોર વિસ્તારમાં સૌથી વધુ સંખ્યા નોંધાઈ હતી.
આ સર્વેક્ષણ દરમિયાન પહેલી વાર બે નવી પ્રજાતિ પલ્લાસ બિલ્લી અને વુલી ઉડવાવાળી ખિસકોલી પણ જોવા મળી હતી. સાથોસાથ બ્લ્યુ શીપ અને હિમાલયી અઈબેક્સ જેવા જંગલી પ્રાણી પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ પ્રાણીઓ સ્નો લેપર્ડના ભોજન ચક્રને સંતુલિત કરે છે.
