ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ અમેરીકાની જેલમાં !! જાણો અમેરિકાની ‘સ્ક્વિરલ કેજ જેલ’ કેવી છે ??
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હાલમાં અમેરિકામાં જેલના સળિયા પાછળ છે. આયોવાની ઐતિહાસિક સ્ક્વીરલ કેજ જેલમાં તે બંધ છે. આ જેલ તેની અનોખી રચના માટે પ્રખ્યાત છે અને તે જેલનો ભૂતિયા અને ભયાનક ઈતિહાસ પણ છે.
અનમોલ બિશ્નોઈ શા માટે જેલમાં ?
26 વર્ષીય અનમોલ બિશ્નોઈની તાજેતરમાં અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજો સાથે તે દેશમાં પ્રવેશ કરી રહ્યો હતો. તેને ભારતમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા, NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને જૂન 2024માં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના મુંબઈના ઘરમાં ગોળીબારની ઘટના સહિત ગંભીર ગુનાહિત આરોપોમાં તેનું નામ સામેલ છે. અનમોલ ઉપર ભારતમાં મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પોલીસ તપાસ ચાલી રહી છે.
એક વિચિત્ર અને ભયાવહ જેલ
સ્ક્વીરલ કેજ જેલ કોઈ સામાન્ય જેલ નથી. 1885 માં તે બંધાઈ હતી. તે એક જૂના ચર્ચના શબઘરના મેદાનમાં ઉભું છે. 19મી સદીની આ જેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં બાકી રહેલી માત્ર ત્રણ ફરતી જેલોમાંથી એક છે, જે તેની અનોખી સ્પિનિંગ સેલ ડિઝાઇન માટે જાણીતી છે. જેલના સેલ એટલે કે કોટડીને વર્તુળાકારે ગોઠવવામાં આવ્યા છે. જેલરના એક્સેસ પોઈન્ટ સાથે દરેક સેલના દરવાજાને એક જ લાઈનમાં લાવવા માટે ફેરવી શકાય છે. આ જેલ એક સમયે “સ્થાપત્ય અજાયબી” ગણાતી.
જો કે, જેલની ડિઝાઇનમાં ગંભીર ખામીઓ હતી. ફરતી મિકેનિઝમ ઘણીવાર નિષ્ફળ જાય એવું બને અને જેલ બહુ સુરક્ષિત રહે નહિ. જ્યારે સેલને ફેરવવામાં આવે ત્યારે મોટા, તીક્ષ્ણ અવાજો આવતા. જ્યારે ગિયર્સ જામ થઈ જાય ત્યારે કેદીઓને ક્યારેક ખોરાક વિના રહેવું પડતું. જેલની ડિઝાઇનને કારણે કેદીઓને અલગ અલગ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. જેના કારણે દર્દીઓને ઈજાઓ પહોંચે એવી શક્યતા વધી જતી.
1960 સુધીમાં જેલની સમસ્યાઓ ચરમસીમાએ પહોંચી હતી. યાંત્રિક ખામીના કારણે એક મૃત કેદી બે દિવસ સુધી ફસાયેલો રહ્યો. જેલ સત્તાવાર રીતે 1969 માં બંધ કરવામાં આવી હતી.
ભૂતની વાર્તાઓ
જેલ બંધ થયા પછી, તેને ઐતિહાસિક સ્થળ તરીકે સાચવવામાં આવ્યું હતું. તેને 1971માં મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ત્યારથી, ઇમારત ભૂતિયા તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. જેલની અંદર અજીબોગરીબ ઘટનાઓની ઘણી વાતો છે. 1950 ના દાયકામાં, એક જેલરે ચોથા માળના એપાર્ટમેન્ટમાં રહેવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે ખાલી ફ્લોર પર પગના અવાજો સાંભળતો હતો. તેના બદલે તેણે અલગ ફ્લોર પર સૂવાનું પસંદ કર્યું.
આજની તારીખે, મ્યુઝિયમના સ્ટાફે ઇમારતની આસપાસ વિચિત્ર અવાજો, પગલાઓ, વ્હીસ્પર્સ સાંભળ્યા અને પડછાયા દેખાયાની ફરિયાદો કરી છે. મ્યુઝિયમ મેનેજર કેટ સ્લોટરે શેર કર્યું હતું કે ઘણા લોકોએ અસ્પષ્ટ અવાજો સાંભળ્યા છે અને સીડીની આસપાસ અંધારામાં આકૃતિઓ ફરતી જોઈ છે.
ગંભીર ઈતિહાસ
જેલની ભયાવહ પ્રતિષ્ઠા તેની દિવાલોની અંદર નોંધાયેલા ચાર મૃત્યુ સાથે જોડાયેલી હોઈ શકે એવું બને. એક કેદીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, બીજો કેદી છત પર પોતાનું નામ લખતી વખતે ત્રીજા માળેથી પડી ગયો, એકે આત્મહત્યા કરી, અને એક પોલીસ અધિકારીનું તાલીમ અકસ્માતમાં મૃત્યુ થયું. પેરાનોર્મલના નિષ્ણાતોએ જેલમાં વિચિત્ર અવાજો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં થતા ફેરફારો શોધી કાઢ્યા છે, જે તેની ભૂતિયા પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે.
જેલની દિવાલો પર હજુ પણ ભૂતપૂર્વ કેદીઓ દ્વારા કોતરીને લખાયેલા નામ અને તારીખો દેખાય છે, જે તેના અંધકારમય ભૂતકાળની યાદ અપાવે છે. આ કોતરણીઓ એ સમયની વાર્તાઓ કહે છે જ્યારે જેલની ડિઝાઇન આજના ધોરણોથી ઘણી અલગ હતી. હવે અનમોલે આ જ જેલના બીજા ભાગમાં રહેવાનું થશે.