હરિયાણામાં પોલીસ સ્ટેશન પાસે જ ગેંગવોર : ધોળા દિવસે ફાયરિંગમાં ૨ યુવકના મોત
હરિયાણાના યમુનાનગરમાં ગુરુવારે સવારે માસ્ક પહેરેલા બાઇક સવારોએ ત્રણ યુવકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સામે જ બની હતી.

રાદૌરના ખેડી લાખા સિંહ ગામમાં સવારે લગભગ 8.30 વાગ્યે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્રણેય યુવકો પાવર નામના જીમમાં કસરત કરવા આવ્યા હતા. કસરત કરીને ઘરે જવા માટે જિમમાંથી બહાર આવતા જ હુમલાખોરોએ તેમના પર 15થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી પણ અધિકારી મીડિયાને એમ કહ્યું હતું કે ગેંગ વચ્ચે દુશ્મની ચાલી આવે છે અને તેને લઈને જ આ હુમલો થયો છે. આમ ધોળા દિવસે પોલીસ ચોંકી સામે જ ગેંગવોરથી લોકો પણ ડરી ગયા હતા.